• વડોદરા પોલીસ હાલ રાત્રી કર્ફ્યુની કામગીરી સાથે પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારીમાં કામે લાગી છે
  • શહેરના એન્ટ્રી પોઇન્ટ સહિત મહત્વની જગ્યાઓ પર પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે
  • 31 ડિસેમ્બરની તારીખ નજીક આવતા જ પોલીસે ગુનેગારોનું રાઉન્ડઅપ કરવાનું શરૂ કરી દીધું હતું

WatchGujarat. વર્ષના અંતે ઉજવણીમાં છાટકા બની ફરતા તત્વોને ડામવા માટે પોલીસે કમર કસી છે. અને ઠેર ઠેર બેરીકેડીંગ કરી ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ છેલ્લા કેટલાય દિવસથી આ કામગીરી કરી રહી છે. જેને કારણે પોલીસની કામગીરીની ચોતરફથી સરાહના કરવામાં આવી રહી છે. ખાસ કરીને દારૂડીયાઓને ઝડપી પાડવા માટે પોલીસ જવાનો બ્રેથ એનેલાઇઝર સાથે સજ્જ છે.

વડોદરા પોલીસ હાલ રાત્રી કર્ફ્યુની કામગીરી સાથે પોલીસ કમિશ્નરના જાહેરનામાની અમલવારીમાં કામે લાગી છે. તેની સાથે 31 ડિસેમ્બરના રોજ છાટકા બનીને રસ્તા પર ફરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે પણ પુર્વતૈયારીઓ કેટલાય દિવસથી શરૂ કરી દીધી છે. શહેરના એન્ટ્રી પોઇન્ટ સહિત મહત્વની જગ્યાઓ પર પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ખાસ કરીને 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂ પીધેલાઓને પકડવા માટે શહેરમાં પોલીસ જવાનો બ્રેથ એનેલાઇઝર સાથે સજ્જ છે. શંકાસ્પદ લોકોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ જો બ્રેથ એનેલાઇઝરમાં જણાઇ આવે કે કોઇ વ્યક્તિ નશામાં છે તો તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. પોલીસની કામગીરીને લઇને લોકો પ્રશંસા કરી રહ્યા છે તો બીજી તરફ આવારા તત્વોમાં ફફડાટ પેંસી જવા પામ્યો છે.

અત્રે નોંધનીય છે કે, 31 ડિસેમ્બરની તારીખ નજીક આવતા જ પોલીસે ગુનેગારોનું રાઉન્ડઅપ કરવાનું શરૂ કરી દીધું હતું. પોલીસ જવાનો દ્વારા અત્યાર સુધીની કામગીરીમાં અનેક લોકો સામે કાર્યવાહી કરી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસના પ્રયાસોથી લોકોના હ્રદયમાં અનોખુ સ્થાન બનાવ્યું છે. જો આ રીતે જ પોલીસ કામગીરી કરતી રહેશે તો ખરા અર્થમાં પોલીસ પ્રજાનો મીત્રની ઉક્તિ સાર્થક થશે.

Facebook Comments Box

Videos

Our Partners