ગુજરાતમાં દારૂબંધી લાગુ છે. પરંતુ તેનું અમલીકરણ કેટલી ઢીલાશથી કરવામાં આવી રહ્યું છે તે તો સૌ કોઇ જાણે જ છે
પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે
ડભોઇ પોલીસ સ્ટેશનના સ્ટાફને દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી
તુફાનમાંથી એવી એવી જગ્યાએથી દારૂ રિકવર કર્યો કે પોલીસ પણ ચોંકી ઉઠી
Watchgujarat. વડોદરા સહિત રાજ્યભરમાં વાવાઝોડાની અસરને પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા ગ્રામ્યમાં આવેલા ગોપાલપુરા ગામે ગાડીમાં તુફાનમાં બે ટાયરોની વચ્ચે સાચવીને લઇ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તુફાનના બે ટાયરો વચ્ચેથી દારૂ રિકવર કરતા એક તબક્કે પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
https://youtu.be/v_jzpz4rR80
ગુજરાતમાં દારૂબંધી લાગુ છે. પરંતુ તેનું અમલીકરણ કેટલી ઢીલાશથી કરવામાં આવી રહ્યું છે તે તો સૌ કોઇ જાણે જ છે. અવાર નવાર પોલીસના હાથે વિદેશી દારૂ ઝડપાઇ જતો હોય છે. લાંબા સમયથી દારૂ પકડાય છે, બુટલેગરોને પાસા જેવી સખત સજા પણ થાય છે તેમ છતાં રાજ્યમાં દારૂનો વેપલો અટકવાનું નામ નથી લેતો. પોલીસથી બચવા માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. વડોદરા ગ્રામ્યમાં આજરોજ એવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દારૂની બોટલો રીકવર કરતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી હતી.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ડભોઇ પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં હતો. દરમિયાન દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી. વોચ રાખતા બાતમીવાળી તુફાન પસાર તેને કોર્ડન કરીને અટકાવી હતી. તુફાનની તપાસ કરતા ગાડીમાં જુદી જુદી જગ્યાએથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. પાછલા બે ટાયરની વચ્ચે તપાસ કરતા પોલીસ ચોંકી હતી. અને ત્યાંથી પણ દારૂ બહાર કાઢ્યો હતો. પોલીસ જવાન અડધો અડધ તુફાન નીચે જતો રહ્યો હતો. અને દારૂની બોટલો બહાર કાઢી હતી.
સમગ્ર મામલામાં પદમસિંહ બગેલ (રહે- ચૌહાણ ફળિયુ, અલીરાજપુર) ની ધરપકડ કરવામાં આવી હતી. અને તેની પાસેથી વિદેશી દારૂ સહિત રૂ. 2.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.