મહામારી કાળ પહેલા કોર્ટ દ્વારા કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાડીને ફરતા લોકો સામે આકરૂ વલણ દાખવ્યું હતું
વડોદરા તથા અન્યત્રે પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ વાળા કાચ સાથે ફરતી કારને રોકીને સ્થળ પર જ ફિલ્મ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી
આજરોજ સવારે શહેરના ગેંડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ફિલ્મ લગાડેલી કાર ના કારમાંથી તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
WatchGujarat. કોરોના કાળ પહેલા કોર્ટે ગાડીઓમાં લગાડવામાં આવતી બ્લેક ફિલ્મ પ્રત્યે આકરૂ વલણ દાખવ્યું હતું. જેને લઇને પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ દુર કરવાની કામગીરી મોટાપાયે શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહામારી કાળ શરૂ થતા તે કામગીરી ખોરવાઇ હતી. જો કે, હવે કોરોનાની બીજી વેવ કાબુમાં આવતા શહેર ટ્રાફિક પોલીસે ફિલ્મ દુર કરવાની કામગીરી પુન: શરૂ કરી હોવાના દ્રશ્યો સર્જાયા હતા. આગામી સમયમાં બ્લેક ફિલ્મ સાથે કારમાં ફરતા લોકો પર તવાઇ આવી શકે છે.
https://youtu.be/d2MoCV7RxaY
મહામારી કાળ પહેલા કોર્ટ દ્વારા કારના કાચ પર બ્લેક ફિલ્મ લગાડીને ફરતા લોકો સામે આકરૂ વલણ દાખવ્યું હતું. જેને લઇને વડોદરા તથા અન્યત્રે પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ વાળા કાચ સાથે ફરતી કારને રોકીને સ્થળ પર જ ફિલ્મ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જરૂરી કડકાઇ દાખવવાની સાથે કામગીરી કરાતા લોકોમાં ચોતરફથી તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. જો કે, ત્યાર બાદ મહામારી કાળ આવતાની સાથે જ બ્લેક ફિલ્મ દુર કરવાની કામગીરી ખોરવાઇ હતી. અને તબિબિ સ્ટાફ સાથે શહેર પોલીસ પણ કોવિડ મેનેજમેન્ટના કામમાં જોતરાઇ હતી. જો કે, હવે કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવાયું છે. અને અગાઉને જેમ શહેર પુન: ધબકતું થયું છે.
કોરોનાની બીજી ઘાતક લહેર કાબુમાં આવતાની સાથે જ હવે પોલીસે બ્લેક ફિલ્મ વાળા કાચ ધરાવતી કાર ચાલકો સામે કાર્યવાહી શરૂ કરી હોય તેવું જોવા મળી રહ્યું છે. આજરોજ સવારે શહેરના ગેંડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ દ્વારા ફિલ્મ લગાડેલી કાર ના કારમાંથી તેને દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના જાગૃત નાગરીકે પોલીસની કામગીરીનો વિડીયો watchgujarat.com સુધી પહોંચાડ્યો હતો. પોલીસની કામગીરીને જોતા અંદાજો લગાડવામાં આવી રહ્યો છે કે, આવનાર સમયમાં બ્લેક ફિલ્મ સાથેના કાચ વાળી કાર ચાલકો પર તવાઇ આવી શકે તેમ છે.