• પત્ની તેના પતિ સાથે ઝગડો કરી, આપઘાત કરવા ઘરેથી નીકળી ગઈ હતી
  • હરણી પોલીસ સ્ટેશનની મહિલા ટીમે મહિલાનું કાઉંસ્લીગ કરી જીવન જીવવા પ્રેરણા આપી
  • આ અગાઉ પણ હરણી પોલીસે આપઘાત કરનાર એક આધેડનો જીવ બચાવ્યો હતો

WatchGujarat. વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં પતિ સાથે ઝગડો કર્યા બાદ આપઘાત કરવા ઘરેથી નિકળી ગયેલી મહિલાને શોધી હરણી પોલીસ શી ટીમે પતિને સોંપી હતી. મહિલાનું કાઉંસ્લીગ કરી તેને જીવન જીવવા માટે પ્રેરણ આપવામાં આવી હતી.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, ગત સાંજે સાડા છ વાગ્યાની આસપાસ હરણી પોલીસની મહિલા ટીમ મેટ્રો રોડ ખાતે પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એક શખ્સ ખુબ ગભરાયેલી હાલતમાં જણાઈ આવ્યો હતો. જેથી પોલીસે તેનું નામ પુછતા ચેતનભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેને પોલીસને જણાવ્યું હતું કે, મારી પત્ની ઘર કંકાશ બાબતે બોલાચાલી થતા ગુસ્સામાં આત્મહત્યા કરવા જાવ છું. તેમ કહી ઘરની બહાર નિકળી ગઈ છે.

ઉપરોક્ત મામલાની જાણ થતા મહિલા પોલીસ ચેતનભાઈને સાથે રાખી હરણી જુના ચેકપોસ્ટ તરફ ગઈ  હતી. આ દરમિયાન પત્ની ઈ.એમ.ઈના ગેટ પાસે દોડતા દોડતા જતા જણાયા હતા. જેથી પોલીસે તેમને રોકી અને સમજાવી હરણી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા હતા.

હરણી પોલીસ સ્ટેશનના PSI કે.એચ. રોયલાને આ મામલા અંગે જાણ થતા તેઓએ મહિલાનું કાઉંસ્લીંગ કરી આત્મહત્યા કરતા બચાવ્યા હતા. તેમને સમજાવવામાં આવ્યા હતા. અને જીવન જીવવાની પ્રેરણા આપી હતી. આ બાદ તે મહિલા ખુશીથી તેમના પતિ સાથે જવા રાજી થઈ હતી. હરણી પોલીસની ત્વરિત કામગીરીથી વધુ એક વ્યક્તિનો જીવ બચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ હરણી પોલીસે ગત તા.23મી એ એક આધેડએ આપધાત કરવાની કોશીશ કરતા તેનુ લોકેશન મેળવી હોસ્પિટલમાં દાખલ કરાવી જીવ બચાવી લીધો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud