કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવતા જ સરકારે વેપાર ઉદ્યોગોને પુન શરૂ કરવા માટે શરતી મંજુરી આપી દીધી
હવે પોલીસ દ્વારા નિયમાનુસાર પાર્કિંગ નહિ કરેલા વાહનો ટોઇંગ કરવાની સાથે નિયત સ્પીડ કરતા વધારે સ્પીડમાં વાહનો હંકારતા ચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી શરૂ કરી
આજરોજ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સ્પીડ ગન સાથે જવાનો તૈનાત કરવામાં આવ્યા
[caption id="attachment_1394458" align="aligncenter" width="640"] Vadodara - police using speed gun[/caption]
WatchGujarat. કોરોની બીજી વેવ નિયંત્રણમાં આવ્યા બાદ જનજીવન પાટે ચઢી રહ્યું છે. તેવા સમયે હવે રસ્તા પર ટ્રાફિકની અવર – જવર વધી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકનું સુચારૂ નિયમન કરવા માટે અસ્ત – વ્યસ્ત પાર્ક કરવામાં આવેલી વાહનોની સાથે ઓવર સ્પીડે વાહનો હંકારતા ચાલકો પર નિયંત્રણ લાદવા માટે સ્પીડ ગનનો ઉપયોગ પુન શરૂ કરવામાં આવ્યો છે. શહેરના વાહન ચાલકો રસ્તા પર ઝડપની મજા લેનારાઓ હવે સાવઘાન થઇ જાઓ નહિ તો તમને મળશે દંડની સજા.
કોરોના પહેલા શહેરમાં ટ્રાફિક અને વાહનોની સ્પીડના નિયમન માટે પોલીસ દ્વારા અનેક કામગીરી કરવામાં આવતી હતી. શહેરમાં વાહનોની અવર – જવર સુચારૂ રૂપે થઇ શકે તે માટે અનેક જગ્યાએ ટ્રાફિકની લાઇનોનું માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું. અને ઓવર સ્પીડે જનારાઓને દંડવા માટે સ્પીડ ગનથી મોનીટરીંગ પણ કરવામાં આવતું હતું. જો કે, કોરોના મહામારીને કારણે ટ્રાફિકની ઉપરોક્ત કામગીરી ખોરવાઇ હતી. અને કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન દંડનીય કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
[caption id="attachment_1394459" align="aligncenter" width="640"] Vadodara - police using speed gun[/caption]
જો કે, કોરોનાની બીજી વેવ નિયંત્રણમાં આવતા જ સરકારે વેપાર ઉદ્યોગોને પુન શરૂ કરવા માટે શરતી મંજુરી આપી દીધી હતી. જેને લઇને હવે રસ્તા માર્કેટમાં લોકોની ચહલ – પહલ અને રસ્તા પર વાહનોની અવર – જવરમાં વધારો થયો છે. તેવા સમયે હવે પોલીસ દ્વારા નિયમાનુસાર પાર્કિંગ નહિ કરેલા વાહનો ટોઇંગ કરવાની સાથે નિયત સ્પીડ કરતા વધારે સ્પીડમાં વાહનો હંકારતા ચાલકો પાસેથી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે.
આજરોજ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા સ્પીડ ગન સાથે જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. શહેરમાં લાઇટ મોટર વ્હીકલ કેટેગરી અંતર્ગત આવતા વાહનો માટે 50 કિમી અને હેવી મોટર વ્હીકલ કેટેગરી અંતર્ગત આવતા વાહનો માટે 40 કિમીની ઝડપ નક્કી કરવામાં આવી છે. જો કોઇ વાહનો દ્વારા સ્પીડનો નિયમ તોડવામાં આવે તો તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં અવાર – નવાર વાહનની વધુ સ્પીડના કારણે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. તેવા સમયે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત જરૂરી છે. આમ, કરવાને કારણે આગામી સમયમાં લોકોમાં નિયત સ્પીડ સાથે વાહન હંકારવા અંગેની જાગૃતિ લાવવામાં સફળતા મળશે.
સ્પીડ ગન કેવી રીતે કામ કરે છે
રસ્તા પર પોલીસના જવાનો સ્પીડ ગન લઇને ઉભા રહે છે. સ્પીડ ગન 200 મીટર દુરથી પસાર થતા વાહનની સ્પીડને માપી લે છે. જો વાહનની સ્પીડ નિયત માત્રામાં હોય તો તેને જવા દેવામાં આવે છે. પરંતુ જો વાહનની સ્પીડ વધારે હોય તે તેને દંડ ફટકારવામાં આવે છે. શરૂઆતના સમયમાં સ્પીડ ગનના કારણે દંડાતા લોકોએ તેને જબરો વિરોધ પણ કર્યો હતો.