• ડ્રામા આર્ટીસ્ટ પ્રાચી મોર્ય ખંભાતમાં ડ્રામા પરફોર્મ કરવા નિકળી અને ઘરે પરત ફરી ન હતી
  • મોડી રાત્રે પ્રાચી પરત આવતા વસીમે તેનો જેતલપુર રોડથી જુના પાદરા રોડ સુધી પીછો કર્યો હતો
  • વસીમે પ્રાચીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી તેણીના મૃતદેહને ફેંકી દીધો હતો
  • પોલીસે આરોપી પાસેથી બે મોબાઇલ જપ્ત કર્યા હતા
  • કેસ માટે સરકારે સ્પેશિયલ પ્રોસીક્યુટર પી.એન. પરમારની નિમણુંક કરી હતી

 

WatchGujarat. વર્ષ 2019 માં શહેરના જુના પાદરા રોડ (OP રોડ) પર આવેલા રિલાયન્સ મોલ પાછળ ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મોર્યને બેરહેમીપુર્વક મોતને ઘાટ ઉતારનાર વસીમ ઉર્ફે અરહાન સીકંદર મલેકને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેને પગલે કોર્ટ પરિસરમાં સન્નાટો છવાઇ ગયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, 24, એપ્રીલ – 19 ના રોડ એપ્લોઝ સ્ટેડીયોના ડ્રામા આર્ટિસ્ટ ખંભાતમાં ઓએનજીસીના ઉપક્રમે ડ્રામા પ્લે કરવા ગયા હતા. ડ્રામામાં ભાગ લેનાર પ્રાચી મોર્ય પ્લે કરવા માટે બપોરે તેના ઘરેથી એક વાગ્યે બે મોબાઇલ ફોન અને એક્ટીવા લઇ ચીકુવાડી અલકાપુરીમાં આવેલા એપ્લોઝ સ્ટુડીયો ગઇ હતી. ત્યાંથી 17 જેટલા આર્ટીસ્ટ ટેમ્પો ટ્રાવેલરમાં ખંભાત ગયા હતા. ડ્રામા પતાવીને રાત્રે અગ્યાર, વાગ્યાના અરસામાં પુર્ણ થતા ખંભાતથી તમામ પરત આવ્યા હતા.

પરત આવ્યા બાદ વસીમનો ફોન ડ્રામા ગ્રુપના આર્ટીસ્ટ વત્સલ પર આવ્યો હતો. અ તમે કેટલા વાગે પહોંચો છો તેમ જણાવ્યું હતું. ત્યારે વત્સલે જણાવ્યું કે, રાત્રે દોઢ વાગ્યા વડોદરા પહોંચીશું. વસીમ રાત્રે એક વાગ્યે જેતલપુર રોડ પર પ્રાચીની રાહ જોઇને ઉભો હતો. તે દરમિયાન તેણે બેંકના એટીએમમાંથી રૂ. 600 ઉપાડ્યા હતા. દોઢ વાગ્યે ડ્રામા ગ્રુપ ચીકુવાડી પહોંચ્યું હતું. ગ્રુપમાં પાંચ છોકરીઓ હતી. જેમાંથી બે છોકરીને લેવા તેમના માતાપિતા આવ્યા હતા. ત્રણ છોકરીઓને મુકવામાટે સંચાલકો દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. પ્રાચીને અંકિત પોતાના બાઇક પર બેસીને મુકવા ગયો હતો.

તેવામાં આરોપીએ બાઇકનો પીછો ચાલુ રાખ્યો હતો. અને રિલાયન્સ મોલની ગલીમાં વસીમે પોતાની બાઇક પ્રાચી-અંકિતની બાઇક આગળ ઉભી કરી દીધી હતી. પ્રાચીએ અંકિતને તે સમયે જણાવ્યું હતું કે. આ તેની પર્સનલ મેટર છે. તે જોઇ લેશે. અંકિતે પ્રાચીને હું તમે તારા ઘર સુધી છોડી જાઉં છું. પરંતુ પ્રાચીએ તે વાતનો ઇન્કાર કર્યો હતો. જે બાદ અંકિત ત્યાંથી જતો રહ્યો હતો. જે બાદ વસીમ મલેકે પ્રાચી મોર્યાનું ગળું દબાવીનેમોત નિપજાવ્યું હતું. અને લાશને નંદ સોસાયટી ચાર રસ્તા પાસે આવેલા સપ્તવર્ણી ઝાડ અને કમ્પાઉન્ડ વોલ વચ્ચે નાંખી દીધી હતી. આ અંગેની જાણ થતા પ્રાચીની બહેન અને માતા સ્થળ પર પહોંચ્યા હતા. અને ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. 25 એપ્રીલ, 19 ના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપી પાસેથી શું જપ્ત કર્યું હતું ?

 વસીમ સિકંદર મલેકની પોલીસે બપોરના સમયે રેલવે સ્ટેશનથી અટકાયત કરી હતી. તેની પાસેથી પ્રાચીના બે મોબાઇલ ફોન અને એક્ટીવાની ચાવી મળી આવી હતી. તથા વસીમના શરીર પરથી પ્રાચી સાથે થયેલી ઝપાઝપીના કારણે થયેલી ઇજાના નિશાન મળી આવ્યા હતા.

કોર્ટમાં શું રજૂ કરવામાં આવ્યું ?

પ્રાચી મોર્ય કેસમાં ટ્રાયલ ચલાવવા માટે સરકાર દ્વારા સ્પેશિયલ પબ્લીક પ્રોસીક્યુટર પી.એન. પરમારની નિમણુંક કરી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ગુનો પુરવાર કરવા માટે 33 સાહેદોને તપાસવામાં આવ્યા હતા. અને 100 જેટલા દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.  બંને પક્ષના વકીલોની દલીલ સાંભળીને એડીશનલ સેશન્સ જજ પી.એમ.ઉનડકટ સાહેબે આજરોજ આરોપીને આજીવન કેસની સજા સંભળાવી છે.

Facebook Comments Box

Videos

Our Partners