સિનોર પાસે આવેલાં અવાખલ ગામમાંથી 14 ફૂટના વિશાળ અજગરનું રેસ્ક્યુ કરાયુ
ફોન પર જાણકારી મળતા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સ અને વન વિભાગના જવાનો અવાખલ ગામે પહોંચ્યા
1 કલાકની ભારે જહેમત બાદ 14 ફૂટના અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
ગામના ખેતરમાંથી રેસ્ક્યુ કરાયેલા વિશાળ અજગરને સિનોર વન વિભાગને સોંપવામાં આવ્યો
WatchGujarat. વરસાદી મહોલમાં લોકોના ઘર અને ખતરોમાં સાપ અને મગર આવી જતા હોવાના બનાવો બનતા હોય છે. વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોવાના કારણે અનેક વાર મગર લોકોના ઘરોમાં પણ આવી જતા હોય છે. ત્યારે સિનોર પાસે આવેલાં અવાખલ ગામમાં આજે એક વિશાળ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અવાખલ ગામના એક ખેતરમાં 14 ફૂટનો મહાકાય અજગર ખેતરની ઓરડીમાં આવી ગયો હતો. જેની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સ અને વન વિભાગના જવાનો પહોંચી ગયા હતા. કલાક સુધી ભારે જહેમત બાદ પાંચ લોકોની ટીમે મળીને આ અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યુ હતું.
https://youtu.be/rg2h6y0-75Y
આ અંગે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલંટીયરના જણાવ્યા પ્રમાણે, આજે અમારી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર અવાખલ ગામમાંથી પ્રવીણભાઈ પટેલનો ફોન આવ્યો હતો. પ્રવીણભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમણા ખેતરની ઓરડીમાં એક મહાકાય અજગર આવી ગયો છે. આ અંગે માહિતી મળતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સ યુવરાજસિંહ રાજપુત , કિરણ સર્મા, મયંક પટેલ, અશોક પટેલ અને વન વિભાગના જવાનો અવાખલ ગામ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના વોલંટીયર્સ અને વન વિભાગના જવાનોએ સાથે મળીને અજગરનું રેસ્ક્યુ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રવીણભાઈના ખેતરમાં આવેલી એક ઓરડીમાં 14 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. જેનું એક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ અજગર એટલો વિશાળ હતો કે પાંચ લોકોની ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ પકડાયેલા અજગરનું રેસ્ક્યુ કરીને તેને સિનોર વન વિભાગને સોંપવામાં આવ્યો છે. ચોમાસાના સમયમાં આવા અનેક બનાવો સામે આવતા હોય છે. જેથી લોકોએ સતર્કતા દાખવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો આવી જતા હોય છે. ચોમાસાન સમસયમાં તો આ મગરો લોકોના ઘરો અને સોસાયટીમાં પણ જોવા મળે છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા આવા બનાવ બનતા હોય છે.