વડોદરાથી ભરૂચ તરફ આવતી 7 ટ્રેનોને ડાઉન લુપ લાઈન પરથી પસાર કરાઈ, ટ્રેનો અડધો કલાક વિલંબિત થઈ
ચાર સૂપરફાસ્ટ ટ્રેનોને પાલેજ-કરજણ વચ્ચે ઉભી કરી દેવાઈ
ટ્રેક ચેકીંગ વેળા ગેંગમેન ચંદનકુમારના ધ્યાને ટ્રેક ફેક્ચર આવ્યું, શિયાળામાં અતિશય ઠંડીમાં પાટામાં ક્રેક આવવાની બનતી ઘટના
WatchGujarat. વડોદરા-ભરૂચ વચ્ચે પાલેજ રેલવે સ્ટેશન નજીક અપલાઈન ઉપર રેલ ફેક્ચરની ઘટના રવિવારે સવારે સામે આવી હતી. જોકે ગેંગમેનના ચેકીંગમાં પાટો તૂટેલી હાલતમાં મળી આવતા તાત્કાલિક વડોદરાથી સુરત જતી ટ્રેનોને જે તે સ્ટેશને થોભાવી દેવામાં આવી હતી. પાલેજ લુપલાઈન પરથી ટ્રેનોને પસાર કરવામાં આવતા 7 જેટલી ટ્રેનો અડધો કલાક મોડી પડી હતી. દોઢ કલાકનો બ્લોક લઈ તૂટેલો પાટો દુરસ્ત કરી દેવાયો હતો.
https://youtu.be/lT8z4uZ2xcU
શિયાળામાં રેલવેના પાટા સંકોચાવાની ઘટના સામાન્ય છે. અતિશય ઠંડીના કારણે પાટા સંકોચાવા સાથે હજારો ટન વજનની ટ્રેનો પુર ઝડપે પસાર થતા રેલ કે ટ્રેક ફેક્ચરની ઘટના ઘટે છે. એટલે કે અતિશય ભારે દબાણના કારણે પાટામાં ક્રેક આવતા તૂટી જાય છે. આવી જ એક ઘટના રવિવારે સવારે પાલેજ નજીક સામે આવી હતી.
વડોદરા-ભરૂચ વચ્ચે મુખ્ય અપલાઈન ઉપર પાલેજ રેલવે સ્ટેશન નજીક લુપલાઈનને જોડતો રેલવે ટ્રેક ફેક્ચર થઈ ગયો હતો. રવિવારે સવારે પાંચ વાગ્યાથી ફરજ બજાવતાં ગેગમેન ચંદન કુમારનું વહેલી સવારે રેલવે ટ્રેક ચેકીંગ દરમ્યાન ધ્યાન પડતાં ઘટનાની જાણ પાલેજ રેલવે સ્ટેશન અધિકારી મીનાને કરતા રેલવે તંત્ર દોડતું થયું હતું. પાટામાં ભંગાણની જાણ પી ડબ્લ્યૂ આઈ ને પણ કરાઈ હતી. રેલવે ગેંગમેન ચંદન કુમારની સમય સુચકતાથી મોટી રેલવે દુર્ઘટના ટળી ગઈ હતી.
ઘટના પાલેજ રેલવે સ્ટેશનથી ભરૂચ તરફનાં થાંભલા નંબર 350/1012/1013ની વચ્ચે બની હતી. ઉચ્ચ રેલવે અધિકારીઓને રેલ ફેક્ચરનો મેસેજ અપાતા બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વડોદરા તરફથી પાલેજ તરફ આગળ જતાં વચ્ચેના સ્ટેશનોએ રોકી દેવામાં આવી હતી. ત્યાર પછી એક પછી એક 4 એક્સપ્રેસ સુપર ફાસ્ટ ટ્રેનોને પાલેજ ડાઉન ટ્રેક ઉપર સાઇડીગ માંથી પસાર કરી આગળ જવા રવાના કરી હતી.
રેલવે ટ્રેકની ઘટનાના પગલે વડોદરા તરફથી મુંબઈ તરફ જતી ચાર જેટલી સુપર ફાસ્ટ એક્સપ્રેસ, અમદાવાદ હાપા, બિકાનેર મુંબઈ, કર્ણાવતી એક્સપ્રેસ, અજમેર દાદર ટ્રેનોને કરજણ પાલેજ વચ્ચેનાં સ્ટેશનોએ ધીમી ગતિએ ચલાવી પાલેજ સ્ટેશનથી સીનગ્નલે થોભાવી મૂકી એક પછી એક પાલેજ રેલવે ડાઉન લુપલાઈન પરથી મુંબઈ તરફ રવાના કરી હતી. જેને લઈ 7 જેટલી ટ્રેનો સમય કરતાં અડધો પોણો કલાક મોડી ચાલતી હતી. ડાઉનમાં ગુજરાત કવિન ભરૂચ તરફનાં સ્ટેશનો વચ્ચે રોકાણ કરતાં પાલેજ 50 મિનિટ વિલંબિત આવી હતી. રેલવે એ દોઢ કલાકનો બ્લોક લઈ ટ્રેક કેક્ચરને નવો પાટો નાખી દુરસ્ત કરી દીધું હતું.