• વડોદરા શહેરમાં મહિલાઓની સલામતી જોખમમાં મુકાઈ હોય તેવી ઘટના પ્રકાશમાં આવી
  • અકોટા પોલીસ લાઇનથી સામાન્ય દૂરી પર હુમલાખોરે મહિલા પોલીસ કોન્સટેબલ ઉપર છરી વડે હુમલો કર્યો
  • છ માસ અગાઉ મહિલા કોન્સ્ટેબલ પાયલ રીક્ષામાં જઈ રહી હતી ત્યારે પણ હુમલાની ઘટના બની હતી
  • હુમલાખોરે મહિલા કોન્સટેબલને રિક્ષામાં લાફો મારી ધમકી પણ આપી હતી “હું તને છોડીશ નહીં” 
  • શહેરમાં જો પોલીસ કર્મીઓ જ સલામત ન હોય તો પ્રજા કોની પાસે અપેક્ષા રાખે તેવો સવાલ લોકમુખે ચર્ચાઇ રહ્યો છે
  • મહિલા પોલીસ કોન્સટેબલ પર છરી વડે હુમલો કરનાર વિજય રાઠવા હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું

WatchGujarat. મહિલાઓની સુરક્ષા કરતી પોલીસ જ અસુરક્ષિત હોય તેવો ઘટના વડોદરા શહેરમાં બનવા પામી છે. જે શહેરમાં મહિલા પોલીસ કોન્સટેબલ જ આવા લુખ્ખા તત્વોનો શિકાર બનતી હોય તે શહેરમાં સામાન્ય ઘરની યુવતિઓ અને મહિલાઓની સુરક્ષા સામે પ્રશ્નો ઉઠી રહ્યાં છે. એક તરફ શહેર પોલીસ દ્વારા મહિલાઓની ખાસ સુરક્ષા માટે શી-ટીમની રચના કરવામાં આવી છે. શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં શી-ટીમની ખાસ રચના કરવામાં આવી છે. જેથી મહિલાઓ પોતાની આપવિતી જણાવવામાં કે ફરીયાદ કરવામાં સંકોચ ન અનુભવે, બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે દિવસ અને રાતે પેટ્રોલીંગ કરતી પોલીસ સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યાં છે. જોકે મહિલા પોલીસ કોન્સટેબલ પર થયેલા હુમલોની ઘટના અકોટા પોલીસ લાઇનથી સામાન્ય દૂરી પર બની હતી. જેથી કહીં શકાય કે, શહેરમાં ફરતા આવા અસામાજીક તત્વોને પોલીસનો કોઇ ખોફ રહ્યો જ નથી તેવુ આ ઘટના પરથી ફલીત થાય છે.

શુ્ક્રવારે રાત્રે સવા આંઠ વાગ્યાની આસપાસ રેલવે પોલીસમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતી પાયલ ગામેતી તેની મિત્ર અને સહકર્મી દક્ષાબેન સાથે ચાલીને નોકરી પર જઇ રહ્યાં હતા. તેવામાં દિનેશ મીલ પાસે પહોંચતા અચાનક એક અજાણ્યો શખ્સ તેમની પાછળ આવી પહોંચ્યો હતો. જેણે મહિલા કોન્સટેબલ પાયલનો પાછળથી ચોટલો પકડી લીધો અને છરી વડે પાયલના જમણા પગની સાથળ પર હુમલો કર્યો હતો. જેથી પાયલને પગમાં લોહી નિકળતા તેણે બુમરાણ મચાવતા હુમલાખોર ફરાર થઇ ગયો હતો.

રેલવે પોલીસમાં ફરજ બજાવતી પોલીસ કોન્સટેબલ પર છરી વડે હુમલો કરનાર વિજય રાઠવાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
(રેલવે પોલીસમાં ફરજ બજાવતી પોલીસ કોન્સટેબલ પર છરી વડે હુમલો કરનાર વિજય રાઠવા )

જેથી ઇજાગ્રસ્ત મહિલા કોન્સેટબલને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત છ મહિલા પૂર્વે મહિલા કોન્સટેબલ રિક્ષામાં બેસી નોકરી પર જઇ રહીં હતી, ત્યારે આ અજાણ્યો એક એક દિનેશ મીલ પાસેથી રિક્ષામાં બેસી તેની સાથે બેસી ગયો હતો. અને તે સમયે મહિલા પોલીસ કોન્સટેબલને રિક્ષામાં લાફો મારી ધમકી આપી “હું તને છોડીશ નહીં” કહીં રિક્ષામાંથી ભાગી છુટ્યો હતો. જોકે આ મામલે તપાસ કરી રહેલા વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહિલા પોલીસ કોન્સટેબલ પર હુમલો કરનાર વિજય રાઠવાની ઓળખ કરી લીધી છે. તપાસ દરમિયાન પોલીસને એવી પણ માહિતી મળી કે, અગાઉ રેલવે પોલીસે વિજય રાઠવાની અટકાયત કરી ઠપકો આપી છોડી મુક્યો હતો. જેથી હવે પોલીસે હુમલા ખોર વિજય રાઠવાની શોધખોળ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં મહિલાઓની સલામતી જોખમમાં મુકાઈ હોય તેવી ઘટનાઓ બની રહી છે. દિવાળીના તહેવારોમાં બે અજાણ્યા શખ્સોએ રીક્ષામાં યુવતીનું અપહરણ કરી, વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. જેને પગલે પિડીતાએ ગુજરાત ક્વિનમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા SIT રચવામાં આવી છે. તે ઉપરાંત, 25 જેટલી ટીમો શોધખોળ કરી રહી છે પરંતુ હજી સુધી બળાત્કારીઓનાં કોઈ સગડ મળી રહ્યાં નથી. ત્યારે શુક્રવારે રાત્રે વધુ એક મહિલા પર હુમલાની ઘટના બની હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud