• બે વર્ષ પહેલાં UK થી આવેલા મૂળ નબીપુરના હાજી અબ્દુલ્લા ફેફડવાલાનો વિડીયો ફરી વાયરલ
  • અલ્લાહે તમને ઇસ્લામથી નવાઝિયા, ઇસ્લામ કબૂલ કરતા તમે હવે અમારા ભાઈઓ, હવે અમારાથી બનતી તમામ મદદ તમને કરાશે
  • નબીપુરના ફેફડવાલાએ છેલ્લા 4 વર્ષમાં નબીપુર અને કાંકરિયાની લંડનથી કરેલી વિઝીટ

WatchGujarat. વડોદરા બાદ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામે ધર્માંતરણ સહિતના મુદ્દે ફન્ડિંગ કરનારા મૂળ નબીપુર અને છેલ્લા કેટલાક વર્ષોથી લંડન UK સ્થાયી થયેલા હાજી અબ્દુલા ફેફડવાલાએ 2 વર્ષ પહેલાં કાંકરિયા ગામની લીધેલી મુલાકાતનો વિડીયો ફરી વાયરલ થઈ રહ્યો છે.

વર્ષો પહેલા નબીપુરથી લંડન સ્થાયી થયેલા ફેફડવાલા અબ્દુલ્લા ત્યાં શુ વ્યવસાય કરે છે કે તેમના ટ્રસ્ટ વિશે કોઈ માહિતી નથી. જોકે તેઓ ચારેક વર્ષ પહેલા વતન નબીપુર આવ્યા હતા. આમોદ તાલુકાના કાંકરિયા ગામે 2 વર્ષ પહેલાં તેમણે મુલાકાત લઈ ધર્મપરિવર્તન કરનારા લોકો સાથે ગુપ્ત બેઠક યોજી હતી. જેમાં તેમનો હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં તે જણાવી રહ્યા છે કે, હું હાજી અબ્દુલ્લા ફેફડવાલા લંડનથી આવ્યો છું.

ધર્મ પરિવર્તન કરનારા બેઠકમાં હાજર આદિવાસી સાતેક જેટલા યુવાનોને કહ્યું હતું કે, અલ્લાહે તમને ઇસ્લામથી નવાઝિયા છે. તમે ઇસ્લામ કબૂલ કરતા હવે અમારા ભાઈઓ છો. અને અમારાથી તમને બનતી શક્ય એટલી તમામ મદદ કરવામાં આવશે. સાથે જ ફેફડવાલાએ વિડીયો કહ્યું હતું કે, લંડન વાસી ભાઈઓ આ મારો પૈગામ છે. હું આમોદ તાલુકાના કાંકરિયા ગામે આવ્યો છું. જ્યાં 37 પરિવારો ઇમામ (ઇસ્લામ) લાવ્યાં છે.

તેઓએ તે બાદ વીડિયોમાં જેઓએ ધર્માંતરણ કર્યું હતું. તેમના પ્રતિભાવો પૂછી તેમને આર્થિક, મકાન કે અન્ય કોઈ જરૂરત હોય તે વિશે પૂછ્યું હતું. ધર્માંતરણમાં વિદેશથી ફન્ડિંગ કરનારા નબીપુરના ફેફડવાલા ત્યાં કયો બિઝનેસ કે કામ કરે છે અને તેમનું ટ્રસ્ટ કયું છે અને તેમને આ માટે ફન્ડિંગ કોણે કર્યું હતું તેની કોઈ વિગતો હજી સુધી બહાર આવી નથી.

Facebook Comments Box

Videos

Our Partners