• ઉત્તર ભારતીયો દ્વારા દેશભરમાં છઠ્ઠ પુજન પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે
  • વડોદરામાં છઠ્ઠ પુજનની ઉજવણીમાં આડકતરી રીતે રોક લગાડવામાં આવ્યો
  • આખરે મહિસાગર કિનારા પર પુજનનું આયોજન રદ્દ કરવાના નિર્ણયનો બોર્ડ મારી દેવામાં આવ્યો

WatchGujarat. દર વર્ષે વડોદરા સહિત ગુજરાતમાં વસતા ઉત્તર ભારતીયો નદી તટ કિનારા વિસ્તારમાં તથા યોગ્ય જગ્યાએ છઠ્ઠ પુજનનું આયોજન કરતા હોય છે. છેલ્લા 2 વર્ષમાં કોરોનાને કારણે તહેવાર-પર્વની ઉજવણી થઇ શકી ન હતી. ચાલુ વર્ષે તમામ પર્વની કોવિડ ગાઇડલાઇનના પાલન સાથે ઉજવણી કરવામાં આવી હતી. તમામના આશ્ચર્ય વચ્ચે વડોદરામાં છઠ્ઠ પુજનને મંજૂરી નહિ મળતા કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. પરંતુ અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિતના દિગ્ગજો હાજરી આપશે. જેને લઇને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

ઉત્તર ભારતીયો દ્વારા દેશભરમાં છઠ્ઠ પુજન પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે. જો કે, કોરોના કાળમાં તમામ તહેવારો-ઉત્સવોની ઉજવણી પર રોક લગાડવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાની બીજી લહેર કાબુમાં આવી જતા માર્કેટ વેપાર ઉદ્યોગોને અંશ: નિયમો સાથે શરૂ કરવાની મંજૂરી આપી હતી. દિવાળી પર્વમાં છેલ્લા 2 વર્ષ બાદ રોશની પાછી જોવા મળી હતી. અને ઉજવણીનો માહોલ અનુભવાયો હતો. પરંતુ દિવાળી બાદ આવતા છઠ્ઠ પુજનની ઉજવણીમાં આડકતરી રીતે રોક લગાડવામાં આવ્યો હતો. જેને કારણે વડોદરામાં વસતા ઉત્તર ભારતીયોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

સૌના આશ્રર્ય વચ્ચે વડોદરામાં છઠ્ઠ પુજન અંગેની મંજૂરી નહિ મળતા આયોજકો દ્વારા કાર્યક્રમ રદ્દ કરી દીધો છે. પરંતુ અમદાવાદમાં છઠ્ઠ પુજનનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાને ના અને અમદાવાદને હા છઠ્ઠ પુજનનું આયોજન કરવા માટે સગવડિયા નિર્ણયને પગલે વડોદરામાં વસતા ઉત્તર ભારતીયોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. અને આ અંગે વડોદરા નજીક ફાજલપુર પાસે આવેલા મહિસાગર નદીના ઘાટ પર છઠ્ઠ પુજનનું આયોજન રદ્દ કરવાના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud