નિવૃત બેન્કના કર્મીને ગઠિયો ઉલ્લુ બનાવી બે લાખ લઇ નાશી છૂટ્યો
બેન્કના કર્મચારીની ઓળખ આપી હતી ગઠિયાએ
ગઠિયો પૈસા જમા કરાવવાના બહાને બે લાખ રોકડ લઇ નાશી છૂટ્યો હતો
ગઠિયાએ પૈસા જમા કરાવ્યા હોવાની સ્લીપ પણ બતાવી હતી
આ મામલે વિશ્વાસઘાટ અને છતરપિંડીની ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધાઈ છે
WatchGujarat. વડોદરા શહેરમાં ઠગાઈની અનેક ઘટનાઓ બની રહી છે. પરંતુ આજે કઈક અલગજ જોવા મળ્યું છે. ગઠિયાઓ એટલા શાતીર બની ગયા છે, કે તેઓ દિન દહાડે અનેક લોકોની સામે છેતરપિંડી કરી નાશી છુટતા હોય છે. આવો એક જ બનાવ માંડવી પાસે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં બન્યો હતો. ગઠિયો બેન્કના કર્મચારીની ઓળખ આપી નિવૃત બેન્ક ક્લાર્કના બે લાખ રોકડ લઇ અને કાઉન્ટર ઉપર જમા કરાવવાના બહાને સ્થળથી નાસી છૂટ્યો હતો. આ મામલે સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે ગઠિયાની ખોજ આરંભી હતી.
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના ન્યુ.વી.આઈ.પી રોડ પર આવેલ અર્થ આઇકોમાં રહેતા ભાસ્કરરાય ધીરજલાલ સુથાર (ઉ.63 વર્ષ) બેન્ક ઓફ બરોડામાં ક્લાર્ક તરીકે નોકરી બજાવી ચુક્યા છે. અને હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. ગત તા.9 સપ્ટેમ્બરના રોજ માંડવી પાસે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં તેમના પૈસા ફિક્સમાં મુકવા ગયા હતા. દરમિયાન બપોરના બે વાગ્યાની આસપાસ તેઓ બેન્કમાં ચેક ભરી રહ્યા હતા. અને તેમને ચેક ભરવામાં થોડી અડચણ થઇ રહી હતી. આ સમયે તેઓની પાસે મદદ કરવાના બહાને એક અજાણ્યો ઈસમ આવ્યો હતો.
અજાણયા ઈસમે ભાસ્કરરાયભાઈને ઓળખ આપતા કહ્યું હતું કે, હું સટાફમાં જ છું, અને દિલ્હીથી બદલી કરીને આવ્યો છું. મારુ નામ મહેશભાઈ છે. દરમિયાન તે ઈસમે મદદ કરવાનું કહ્યું હતું. પરંતુ ભાસ્કરરાયે જાતેજ ચેક ભરી બે લાખ રોકડ ઉપાડી લીધા હતા. પૈસા તો ઉપડી ગયા બાદ ભાસ્કરરાય બેંકમાં જ બેઠા હતા. પરંતુ બેઠા બેઠા બે લાખ રોકડને લઇ તેઓને ગભરામણ થઇ ગઈ હતી. કે આટલી મોટી રકમ તેમની પાસે રોકડમાં હતી. જેથી તેમને તે રોકડ ફિક્સમાં મુકવાનો વિચાર બદલી અને ફરીથી આ રોકડ રૂપિયા તેમના ખાતામાં જમા કરાવવાનું નક્કી કર્યું હતું.
આ સમયે તે અજાણ્યો ઈસમ તેમની બાજુમાં આવીને બેઠો હતો. અને ભાસ્કરરાયને જણાવ્યું હતું કે તેમને પૈસા પાછા જમા કરાવવા છે. આ સાથે જ તે ઈસમે જણાવ્યું હતું કે ચાલો જલ્દી જલ્દી આપણે પૈસા જમા કરાવી દઈએ. તો આ વાતે રાજી થઇ ભાસ્કરરાયે તેને ઈસમને મંજૂરી આપી હતી. જેથી તેને પૈસા ભરવાની સ્લીપ ભરી દીધી હતી. અને તે બે લાખ રોકડ લઇને કાઉન્ટર ઉપર પૈસા જમા કરાવવા ગયો હતો. થોડા ક્ષણ બાદ તે પાછો આવી ભાસ્કરરાયને પૈસા જમા કરાવેલી સ્લીપ બતાવી હતી. અને જણાવ્યું કે પૈસા જમા કરી દીધેલ છે. હું આની ઝેરોક્ષ કઢાવીને આવું છે. પરંતુ ઘણો સમય થઇ જતા તે પાછો આવ્યો ન હતો. જેથી ભાસ્કરરાયને શંકા ગઈ હતી કે તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઇ છે. જેથી તેઓ આ મામલે ફરિયાદ નોંધાવા સીટી પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે બનાવની ફરીયાદ નોંધી ગઠિયાની ખોજ આરંભી દીધી હતી.
- નિવૃત બેન્કના કર્મીને ગઠિયો ઉલ્લુ બનાવી બે લાખ લઇ નાશી છૂટ્યો
- બેન્કના કર્મચારીની ઓળખ આપી હતી ગઠિયાએ
- ગઠિયો પૈસા જમા કરાવવાના બહાને બે લાખ રોકડ લઇ નાશી છૂટ્યો હતો
- ગઠિયાએ પૈસા જમા કરાવ્યા હોવાની સ્લીપ પણ બતાવી હતી
- આ મામલે વિશ્વાસઘાટ અને છતરપિંડીની ફરિયાદ સીટી પોલીસ મથકે નોંધાઈ છે