• વૃદ્ધએ કોન્ટ્રેક્ટરનું સારું કામ જોઈ તેની સાથે પોતાનું ઘર બાંધવા કરાર કાર્ય હતા
  • કોન્ટ્રક્ટરે વૃદ્ધ પાસે બે તબક્કે એડવાન્સ પેટી રૂ.8.11 લાખ લીધા હતા
  • ઘણો સમય થઇ જતા ઘરનું બાંધકામ શરુ ન થતા વૃદ્ધને શંકા ગઈ હતી
  • કોન્ટ્રક્ટરે તેનો ફોન બંધ કરી દેતા વૃદ્ધને તેની સાથે વિશ્વાસઘાત અને છતરપિંડી થઇ હોવાનું જાણવા મળ્યું હતું
  • સમગ્ર મામલે સમા પોલીસ મથકે ફરરીયાદ નોંધાઈ છે, પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી

WatchGujarat.  વડોદરા શહેરમાં નવું મકાન ઉભું કરવા કોન્ટ્રેક્ટરે નુવૃત બેન્કના કર્મચારી પાસેથી 8.11 લાખ પડાવી લઇ મકાન નહિ બનાવી આપી છેતરપિંડી આચરવાનો બનાવ સમા પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે ફરિયાના આધારે કોન્ટ્રેક્ટર વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાટ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા શહેરના ન્યુ સમા રોડ પર આવેલ મંગલ દર્શન સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ ભોગીલાલ બ્રહ્મભટ્ટ (ઉ.61વર્ષ)એસ.બી.આઈ  બેન્કમાંથી નિવૃત થઇ નિવૃત્તિ જીવન ગુજારે છે. તેમના ઘરની પાછળ આવેલ મકાનને આખું પડી નવેસરથી ઉભું કરવાનો કોન્ટ્રેક્ટ રાઘવ કન્સ્ટ્રક્શનના માલિક હિતેશભાઈ જયંતીભાઈ ચાનપુરા રહે(શિવમ સોસાયટી, વૃંદાવન ચોકડી પાસે, ઉંડેરા-બાજવા) ને આપ્યો હતો. અશ્વિનભાઈને કોન્ટ્રેક્ટર હિતેશનુ કામ સારું લગતા તેમને શેરખી ખાતે આવેલ પોતાના પ્લોટમાં મકાન બાંધવનું નક્કી કર્યું હતું.

મકાન બંધાવાનું નક્કી કરી અશ્વિનભાઈએ હિતેશ સાથે ચર્ચા કરી હતી. અને આર્કીટેક દ્વારા નકશો તૈયાર કરાવી ચોરસ ફૂટ પ્રમાણે ભાવ નક્કી કર્યો હતો.અને સાથેજ સ્ટેમ્પ પેપર પર કરાર પણ કાર્ય હતા. આ બાદ અશ્વિનભાઈએ મકાન બાંધવાનું કામ શરુ કરાવા હિતેશને એડવાન્સ પેટે ગત તા.12 જુલાઈના રોજ રૂ.5 લાખ આપ્યા હતા. અને તેના બીજા દિવસે એટલે ગત તા.13 જુલાઈના રોજ રૂ. 3.11 લાખ આપ્યા હતા. આમ અશ્વિનભાઈ શરૂઆતમાં કોન્ટ્રેક્ટર હિતેશને કુલ રૂ.8.11 લાખ આપ્યા હતા.

એડવાન્સમાં રૂપિયા આપ્યા બાદ અશ્વિનભાઈએ ક્યારે કામ શરુ કરશો ? તેવું પૂછતાં હિતેશે ખોટા વાયદા કરી દિવસો પસાર કાર્ય હતા. જેથી અશ્વિનભાઈએ તમામ આપેલ રૂપિયા પાછા માંગ્યા હતા. પરંતુ હિતેશે તેમાં પણ વાયદા કરી રૂપિયા પાછા ચુકવવાની બાંહેદરી આપી હતી. એ વાતને ઘણો સમય થઇ જતા અશ્વિનભાઈ ચિંતામાં મુકાયા હતા. અને તેમને હિતેશનો સંપર્ક સાંધવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હિતેશનો ફોન નંબર બંધ આવતા તેમને જાણવા મળ્યું હતું કે તેમની સાથે વિશ્વાસઘાટ અને છતરપિંડી થઇ છે. જેથી આ મામલે અશ્વિનભાઈએ સમા પોલીસ મથકમાં કોન્ટ્રેક્ટર હિતેશ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુના દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud