• વડોદરા એલસીબીને ચોક્કસ બાતમી મળતા માસર રોડ પરથી પસાર થતા આઇસર ટેમ્પો અને નાનો ટેમ્પો ઝડપી પાડ્યો
  • રસોડાના સામાનની આડમાં જાવેદ ઉર્ફે મુન્નો વડોદરાથી દારૂ ભરી જંબુસરના કિરણ બળવંતસિંહ રાજને ડીલેવરી કરવા નિકળ્યો હતો.
  • વડોદરા જિલ્લા એલસીબીએ દારૂની 1356 બોટલ સહિત રૂ. 13,54,410નો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી

WatchGujarat. રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે. પરંતુ અવાર નવાર દારૂની હેરાફેરી પકડાતી હોય છે. આજરોજ ગ્રામ્ય પોલીસ દ્વારા બાતમીની આધારે બેરલમાં લાકડાના પાવડર વચ્ચે સંતાડીને લઇ જવાતો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ કાર્યવાહીમાં રૂ. 16.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને પોલીસે આ મામલે પ્રોહિબીશનનો ગુનો નોંધી બેની ધરપકડ કરી ફરાર થયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

રાજ્યમાં હાલ તો દારૂબંધી લાગું છે. પરંતુ અહિં ગેરકાયદેસર દારૂનું વેચાણ તથા હેરફેર પકડાવવી કોઇ નવી વાત નથી. દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા કિમીયાઓ પણ અજમાવતા હોય છે. પરંતુ કેટલીય વખત પોલીસ બુટલેગરોની ચાલાકીને ઉંધી પાડી દેતી હોય છે. આજરોજ પણ આવો જ એક કિસ્સો વડોદરા ગ્રામ્ય પોલીસની કાર્યવાહીમાં સામે આવ્યો હતો.

વડોદરા ગ્રામ્ય એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી, દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, આઇસર ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાદ પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીના આધારે માસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો પસાર થતા તેની આડાસ કરી રોકવામાં આવી હતી. દરમિયાન તેની પાછળથી આવતો નાનો ટેમ્પો મુકીને બે શખ્સો નાસી છુટ્યા હતા. ટેમ્પાના ચાલકનું નામ પુછતા તેણે જિતેન્દ્ર કુમાર બાબુલાલ, રહે- અલવાર, રાજસ્થાન અને નિકુંજ વણકર, રહે-બીપીએસ સ્કુલની બાજુમાં, છોટાઉદેપુર હોવાનું જણાવ્યું હતું. ટેમ્પાની અંદર તપાસ કરતા વિદેશી દારૂની કુલ 50 પેટીઓ મળી આવી હતી. પેટીઓને ટેમ્પામાં મુકેલા લીલા – સફેદ કલરના પટ્ટાવાળા પતરાના બેરલમાં લાકડાના પાવડર વચ્ચે સંતાડીને લાવવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે પોલીસે દારૂની 1356 બોટલો સહિત રસોડા અને ઘરનો સામાન મળી કુલ રૂ. 16.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને  રૂ. 2.71 લાખનો દારૂ મંગાવનાર જાવેદ ઉર્ફે મુન્નો રહે પ્રતાપ નગર તથા માલ લેનાર જંબુસરના કિરણ રાજ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud