યુવકે તેની માતાને મરાઠીમાં મેસેઝ કર્યો
"સોરી મમ્મી મારે આ કરવુ પડે છે મારુ દિમાગ કામ કરતુ નથી"
"હું ડિપ્રેશનમાં જતો રહેલ છુ. હવે મારાથી આ પ્રોબ્લેમ સહન થતો નથી"
watchguujarat.આજની યુવાપેઢી ડિપ્રેશનનો શિકાર બનતા વાર લાગતી નથી. અથવા તો જીવનમાં અમુક મુશ્કેલીથી કંટાળી ઘર છોડવાનો કા તો જીવન ટૂંકાવવાનો રસ્તો અપનાવે છે. આ વાલીઓ માટે ખૂબ જ ચિંતાજનક વિષય છે. કોઇ પણ સમસ્યાનું સમાધાન ન મળતા ઘર છોડીને જતા રહેતા યુવક-યુવતીઓના અનેક કિસ્સાઓ સામે આવે છે. તેવો જ એક કિસ્સો વડોદરામાં સામે આવ્યો છે. સમા સોસાયટીમાં રહેતો એક તરૂણ યુવક ઘરે છોડીને નિકળી ગયો હતો. જેની જાણ પોલીસને થતાં જ પોલીસે ગણતરીની કલાકોમાં જ યુવકને શોધી કાઢ્યો હતો.
મળતી માહિતી મુજબ સમા રાંદલધામ સોસાયટી ખાતે પોતાની માસીના ઘરે રહેતા તરુણ યુવક જે પારૂલ યુનિવર્સિટી ખાતે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જે સવારે 5ઃ45 વાગે પોતાના ઘરેથી સ્કૂલ બેગ લઇ નિકળી ગયો હતો અને તેની મમ્મીને મેસેઝ કર્યો હતો કે
" સોરી મમ્મી મારે આ કરવુ પડે છે મારુ દિમાગ કામ કરતુ નથી. આ વિચાર એટલે આવે છે કે હું તમારા કેટલા પૈસા બગાડુ છુ અને પપ્પા અને તુ મારી માટે કેટલું બધુ કરો છો પણ મારાથી આ ભણતર થતુ નથી અને આ બધુ કહેવાની તાકાત મારામાં નથી .હું ડિપ્રેશનમાં જતો રહેલ છુ. હવે મારાથી આ પ્રોબ્લેમ સહન થતો નથી. હુ ભણવાની બહુ કોશિશ કરી પણ છેલ્લે હું હારી ગયો છું . બસ આટલું જ કહેવુ હતુ."
યુવકે તેની માતાને મરાઠીમાં આ મેસેઝ લખ્યો હતો. જે અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશને જાણ થતા તરૂણ યુવકની શોધખોળ કરાઇ હતી. સમા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી યુવકની શોધખોળ આદરી હતી. શહેરનાં જાહેર મોટા સ્થળોએ પોલીસની ટીમ ફરી વળી હતી અને ગણતરીની કલાકોમાં જ કમાટીબાગમાંથી આ યુવકનો શોધી લાવ્યા હતા. બાદમાં યુવકનું કાઉન્સલીંગ કરી તેના માસીને કબ્જો સોંપવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સમા પોલીસના આ સરાહનીય કામથી માત્ર ગણતરીની કલાકોમાં જ યુવક મળી આવતા પરિવાર આનંદિત થયો હતો. જ્યારે પોલીસ કાઉન્સલીંગ દરમ્યાન સ્યુસાઇડ જેવું પગલું ન ભરવા અંગે પણ સમજ આપી યુવકને તેના માસીને સોંપતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.