ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું
૩-મેનુફેકચરીંગ યુનીટો તેમજ 36-દુકાનોમાં સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી
1668-પોલિથીન પાઉચ રૂ.48,372/-ની ચીક્કી સીઝ કરવામાં આવી
WatchGujarat.વડોદરા શહેરમાં મકર સક્રાંતી તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા જુદા-જુદા વિસ્તારમાં તલ, ચીક્કી, ઉધીંયુ, તેલ, ગોળ,ઘી, બેસન વિગેરેનું આકસ્મિક ચેકીંગ કરવામાં આવ્યું હતુ.
મળતી માહિતી મુજબ ખોરાક શાખાના ફુડ સેફટી ઓફીસર દ્વારા ૩-મેનુફેકચરીંગ યુનીટો તેમજ 36-દુકાનો, વગેરે સ્થળોએ સઘન ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 103- નમૂના લેવામાં આવ્યા હતા, તેમજ 1668-પોલિથીન પાઉચ રૂ.48,372/-ની ચીક્કી સીઝ કરવામાં આવી હતી. ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં સ્થળ પરજ ફુડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. જેમાં દુધ અને દુધની બનાવટો, તેલ વગેરે 14-નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ. તેમજ 1-કિલો માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા અગાઉથી તા.03/01/2022 થી તા.11/01/2022 સુધીમાં શહેરનાં જુદા-જુદા વિસ્તાર જેવાકે ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, માંજલપુર, મકરપુરા જી.આઇ.ડી.સી., માંડવી, સંગમ , કારેલેબીગ, પાણીગેટ, અલકાપુરી, જેતલપુર રોડ, સમા રોડ, ગોરવા, વાસણા રોડ, ભાયલી રોડ, બી.પી.સી. રોડ, અકોટા, વિગેરે વિસ્તારમાં આવેલ 3- મેનુફેકચરીંગ યુનીટો, તેમજ 36-દુકાનો વગેરેનું ચેકીંગ કરવામાં આવ્યું હતુ.
જેમાં શ્રીનાથ, ગણેશ, ચાર્વી વિગેરે બ્રાન્ડની વિવિધ ચીક્કીઓ, સીંગ ચીક્કી, માવા ચીક્કી, તલ ચીક્કી, ઉંધીયુ, જલેબી, મલબારી ઝીણી સેવ, તેમજ રો-મટેરીયલ્સ જેવા કે ગોળ, તેલ, બેસન, ઘી, વગેરેનાં મળી કુલ-103 નમૂના લેવામાં આવેલ છે. જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. વારસીયા વિસ્તારમાં આવેલ સોનુ ગૃહ ઉદ્યોગ ખાતે જય યોગેશ્વર ચીક્કી કંપની પેક પોલીથીન પાઉચ 1668-પાઉચનો જથ્થો જેની કુલ કિંમત આશરે રૂ.48,372/- જથ્થો સીઝ કરવામાં આવેલ છે.
વધુમાં ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારો જેવાકે વાઘોડીયા રોડ, સંગમ, અકોટા ગાય સર્કલ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી.. જે દુકાનોમાંથી દુધ અને દુધની બનાવટો, તેલ વિગેરેનાં 14-નમુનાનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરાયું હતુ. તેમજ 1-કિલો માવો (લૂઝ) નપાસ જણાતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસરઅને અધિક આરોગ્ય અમલદાર દ્વારા આગામી મકર સક્રાંતી (ઉત્તરાયણ)નાં તહેવારને અનુલક્ષીને જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ–2006 અને રુલ્સ અને રેગ્યુલેશન- 2011 અન્વયે સઘન ચેકીંગની કામગીરી તેમજ નમુના લેવાની કાર્યવાહી તેમજ ઇન્સ્પેકશનની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ શિડયુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા અને કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન કરવા કડક સુચના આપવામાં આવી છે.