• સાવલી તાલુકાના સમયાલા ગામની સીમમાં ચાલતી હતી મીની ફેકટરી
  • જિલ્લા એસ.ઓ.જીની જાણ થતાં ભેજાબાજોનો ભાંડો ફુટ્યો
  • પોલીસે રૂ. 3 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી

વડોદરા. સાવલી તાલુકાના સમયલા ગામની સીમમાં બે ભેજાબાજોએ ડુપ્લીકેટ બીડી બનાવવાની ફેકટરી ચલાવતા હતા. દરમિયાન જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગૃપને આ અંગેની બાતમી મળતા પોલીસે દરોડો પાડી બે શખ્સોને ઝડપી પાડ્યાં હતા. પોલીસે આ ફેકટરીમાંથી વિવિધ બ્રાન્ડની બીડીઓ અને તેમાં વપરાતી સમગ્ર મળી કુલ રૂ. 3.87 લાખનો મુદ્દામાલ કપજે કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી હતી.

શહેર નજીક આવેલા સાવલી તાલુકાના સમયાલા ગામની સીમમાં આવેલી કેઇસી કંપની નજીક બે શખ્સો શેડ ભાડે રાખી માણસો રાખી બીડીઓ બનાવતા હતા. જોકે આ બન્ને શખ્સો ડુપ્લીકેટ બીડીઓ બનાવતા હોવાની બાતમી જિલ્લા એ.ઓ.જીને મળી હતી. બાતમીના આધારે પીલસે સ્થળ પર પહોંચી દરોડો પાડ્યો હતો. જેમાં ઇશ્વર દોલજીભાઇ પુરોહીત અને રંગુ રયજીભાઇ પઢીયારની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં બન્ને પાસે બીડીઓ બનાવવાની પરવનાગી સહીત કોઇ પુરાવા પોલીસને મળી આવ્યાં ન હતા.

 

દરમિયાન શેડમાં તપાસ કરતા પોલીસને છુટી છવાયેલી બીડીના પેકેટ, બે લાકડાના સ્ટેન્ડ, ડાયમન્ડ પેસ્ટનુ પેકેટ, કાતરો, ચપ્પાઓ, સેલોટેપના બન્ડલ તથા રાજકમલ, સ્પેશીયલ ટેલીફોન, દેસાઇ દત્ત લંગર કંપનપીની બીડી તથા લેબલો અને જુદા જુદા માર્કા વાળા સીક્કા મારેલા બીડીના પેકેટો મળી આવ્યાં હતા. જેથી સ્પષ્ટ થયું કે આ બન્ને શખ્સો ડુપ્લીકેટ બીડી બનાવવાની ફેકટરી ચલાવતા હતા. આ મામલે પોલીસે બન્નેની ધરપકડ કરી કુલ રૂ. 3,87,310નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud