• સાવલી નગરમાં બે દિવસ અગાઉ પબજી ગેમ અને કોમી લાગણી દુભાવી પોસ્ટ કરવામાં મુદ્દે કોમી જૂથ અથડામણ સર્જાઇ
  • સાવલી નગરમાં બે દિવસ અગાઉ થયેલી કોમી જૂથ અથડામણમાં ઝડપાયેલા 40 આરોપીઓને સાવલી પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા
  • 4 ફરિયાદોમાં કુલ 85 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, જેમાં 40થી વધુ ઈસમોની ધરપકડ થઇ

WatchGujarat. સાવલીમાં બે દિવસ અગાઉ થયેલી કોમી જૂથ અથડામણ બાદ રવિવારે સાંજે હિંદુ સંગઠન દ્વારા પોલીસ મથક સામે એકઠા થઇ રામધૂન શરૂ કરતાં મામલો ગરમાયો હતો. રવિવારે સાંજે 7 વાગ્યાની આજુબાજુ પોલીસ મથક સામે કેટલાંક હિન્દુ સંગઠનના આગેવાનો ભેગા થયા હતા બનાવના પગલે નાયબ જિલ્લા પોલીસવડા એસકે વાડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હિન્દુ સંગઠનોને સમજવ્યાં હતાં.

જ્યારે કેટલાક હિન્દુ સંગઠનના આગેવાનોએ આક્ષેપ લગવ્યો હતો કે, 10 દિવસ પહેલાં જ અમે સાવલી પોલીસને નગરની સ્થિતિથી વાકેફ કરી હતી અને સાવલીમાં કોમી જૂથ અથડામણ થઈ શકે છે તેવી પણ જાણ કરી હતી. સાવલી પોલીસે પકડાયેલા યુવકોને માર માર્યાનો આક્ષેપ લગાવ્યો હતો.

બીજી તરફ સાવલી નગરમાં બે દિવસ અગાઉ થયેલી કોમી જૂથ અથડામણમાં ઝડપાયેલા 40 આરોપીઓને સાવલી પોલીસે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે. સાવલી નગરમાં બે દિવસ અગાઉ પબજી ગેમ અને કોમી લાગણી દુભાવી પોસ્ટ કરવામાં મુદ્દે કોમી જૂથ અથડામણ સર્જાઇ હતી, જેમાં સ્થાનિક પોલીસની કામગીરી નબળી પુરવાર થઈ હતી. 4 ફરિયાદોમાં કુલ 85 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી, જેમાં 40થી વધુ ઈસમોની ધરપકડ થઇ હતી. તમામને આજે સાવલી કોર્ટમાં રજૂ કરી અન્ય આરોપીઓને ઝડપવાના બાકી હોઇ અને અથડામણ પૂર્વ યોજિત કાવતરું હતું કે કેમ જેવા મુદ્દાઓ પર સાવલી પોલીસે રિમાન્ડની માગણી કરતાં કોર્ટે તમામ આરોપીઓને બે દિવસના રિમાન્ડ આપ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud