• સાવલી તાલુકાની 20 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બાંધવા યુવક યુવતીને હેરાન કરતો
  • વોટ્સએપ સ્ટેટસ મુતકો અને ના પાડતા યુવક યુવતીને મેસેજ કરતો કે, “મીસ યુ જા”,”જાન આઈ લવ”
  • યુવકે યુવતીને છેલ્લા દોઢ મહિનાથી મેસેજો કરી હેરાન પરેશાન કરી દિધી હતી
  • સાવલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

WatchGujarat. વડોદરા શહેર નજીક આવેલ સાવલી તાલુકા ખાતે બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતી 20 વર્ષીય યુવતીના ફોટો તેની મરજી વુરૂદ્ધ વોટ્સએપ સ્ટેટસમાં મુકી અને પ્રેમસંબંધ બાંધવા અવાનવાર મેસેજો કરતા યુવક વિરૂદ્ધ સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સાવલી તાલુકા ખાતે રહેતી 20 વર્ષીય યુવતી બ્યુટી પાર્લરનો વ્યવસાય કરે છે. આ અગાઉ યુવતી તેના પરિવાર સાથે વડોદરા રહેતી હતી. અને તેનો ભાઈ વડોદરામાંજ એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો ત્યારે તેની અનીલ કેસરભાઈ પાટીલ સાથે મત્રતા થઈ હતી. આગળ જતા અનીલ યુવીના ઘરે આવતો હતો અને થોડા સમય બાદ અનીલ યુવતીના ભાઈનો મિત્ર હોવાથી તેઓ વચ્ચે ફોન નંબરની આપ લે થઈ હતી.

આ બાદ યુવતીના ભાઈ અને અનિલે દેવગઢબારીયા ખાતે હોટલ ભાડે રાખી હતી. જેનુ મેનેજમેન્ટ અનિલ કરતો હતો. પરંતુ ચારેક મહિના થઈ જતા અનિલ હોટલનો કોઈ પણ પ્રકારનો હિસાબ યુવતીના ભાઈને આપતો ન હતો. અને રૂપિયા હોટલ સામાનમાં વપરાઈ ગયા તેમ કહી ક્યાંક જતો રહ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. જો કે આ બાદ અનિલ જામિન ઉપર મુક્ત થઈ ગયો હતો. ત્યારબાદ અનિલ યુવતિના ફોટો વોટ્સએપ સ્ટેટસમાં મુકી “જાનુ મે તુજે બોહત પ્યાર કરતા હું” લખતો તેમ યુવતિના બનેવીએ યુવતિને ફોન કરી જણાવ્યુ હતું.

જો કે આ બાદ યુવતિએ અનિલને ફોન કરી ઉપરોક્ત વિષે પુછતા તેને જણાવ્યુ હતુ કે, “ઈસમે ગલત ક્યા હૈ, મુઝે જો લગતા હૈ મૈને વહી તો રખા”. ત્યારબાદ અનિલ અવારનવાર યુવતિના ફોટો તેના વોટ્સએપ સ્ટેટસમાં મુકતો અને ના પાડતા તે મેસેજ કરતો કે , “મીસ યુ જા”,”જાન આઈ લવ” આમ અનિલે યુવતને છેલ્લા દોઢ મહિનાથી હેરાન પરેશાન કરી દિધી હતી. આ મામલે યુવતિએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અનિલ વિરૂદ્ધ ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners