ધ લંચ બોક્ષ રેસ્ટોરન્ટ(બોક્ષ કાફે) નામના કાફેમા પોલીસ ત્રાટકી
અન અધિકૃત રીતે કપલ બોક્ષ બનાવી કાફે ચલાવતા ઇસમોની ધરપકડ
કપલ બોક્સમાં 1 કલાક બેસવાનો 250 રૂપિયા ચાર્જ લેવાતો હતો: સૂત્ર
Watchgujarat.વડોદરામાં પોલીસ કમિશ્નર દ્વારા એકાંતમાં બેસી કોઇ જોઇ ન શકે તેવી બંધ જગ્યા(કપલ બોક્ષ) કેબીન બનાવવા ઉપર પ્રતીબંધ મુકતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ હતુ. પરંતુ આ જાહેરનામાનો ભંગ થતો જોવા મળ્યો હતો. પરવાનગી વિના શહેરમાં ચાલતા કપલ બોક્સ પર પોલીસે દરોડા પાડ્યા હતા અને આ મામલે બેની ધરપકડ કરી હતી.
મળતી માહીતી મુજબ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમ્યાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ પોલીસને બાતમી મળી હતી ફતેગંજ ઉડુપ્પી સર્કલ પાસે ઉડુપ્પી હોટલની ઉપર ધ લંચ બોક્ષ રેસ્ટોરન્ટ(બોક્ષ કાફે) નામના કાફેમા અન અધિકૃત રીતે કપલ બોક્ષ બનાવી કપલોને એકાંત પુરુ પાડે છે. બાતમી મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. આ દરમ્યાન ધ લંચ બોક્ષ રેસ્ટોરંટ (બોક્ષ કાફે) નામના કાફેમાં બે ઇસમો રીસેપ્શન કાઉન્ટર ઉપર બેઠા હતા. કાફેમાં જોતા જ દેખાયુ હતુ કે અલગ-અલગ એકાંતમાં બેસી કોઇ જોઇ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્ષ) બનાવેલ છે. જેથી બન્ને હાજર ઇસમોને કપલ બોક્ષ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ આ ઇસમોએ કોઇ સરખો જવાબ આપ્યો ન હતો.
સયાજીગંજ પોલીસે ધ લંચ બોક્સ રેસ્ટોરાંમાં દરોડો પાડતાની સાથે જ AC રેસ્ટોરાંના રિસેપ્શન કાઉન્ટર પર બેઠેલા બે યુવાનને પરસેવો છૂટી ગયો હતો. તે સાથે કપલ બોક્સમાં બેઠેલા કપલ્સને પણ પરસેવો છૂટી ગયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે 5 થી વધુ કપલ મળી આવ્યા હતા. જોકે, પોલીસે તેમને ઠપકો આપી રવાના કરી દીધા હતા. પરંતુ, રેસ્ટોરાંનું સંચાલન કરતા ચેતન પાછાભાઇ હડીયા (રહે. 203, વેલેન્સીયા ટાવર, ગોત્રી. મૂળ રહે. રાતોલ ગામ, ભાવનગર) અને સાગર પોલાભાઇ રાવલીયા (રહે. ડિલક્ષ કોલોની-2, 16-એ, ડિલક્ષ ચાર રસ્તા, નિઝામપુરા, વડોદરા. મૂળ રહે. દોલતપુરા ગામ, જુનાગઢ)ની પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સયાજીગંજ પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે ફતેગંજ ખાતે આવેલી ધ લંચ બોક્સ રેસ્ટોરાં (બોક્સ કાફે)માંથી કપલ્સને એકાંત પૂરું પાડવા માટે કપલ બોક્સ બનાવવામાં આવ્યું હતું. આ કપલ બોક્સમાં આવતા કપલ્સ પાસેથી એક કલાક બેસવાનો 250 રૂ જેટલો ચાર્જ વસુલમાં આવતો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. અને ચા, કોફી, નાસ્તો તેમજ અન્ય જે કંઇ ચિજવસ્તુઓ મંગાવવામાં આવતી હતી. તે માટે અલગ ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.