શહેરમાં હોમ આઇસોલેશનમાં સારવાર લેતા લોકોની સંખ્યા 1502 પર પહોંચી
જોઇન્ટ રજીસ્ટ્રાર ડો.મયંક વ્યાસ કોરોના પોઝીટીવ આવ્યા છે.એમ.એસ.યુની હેડ ઓફિસને બંધ
ધારાસભ્ય યોગેશભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા જાતે જ હોમ આઇસોલેટ થયા
watchguujarat. રાજ્ય સહિત વડોદરા શહેરમાં કોરોનાએ માથુ ઉચક્યું છે ત્યારે શહેરમાં હોમ આઇસોલેશનમાં સારવાર લેતા લોકોની સંખ્યા 1502 પર પહોંચી ગઇ છે. શહેરમાં સંખ્યાબંધ પરિવારો એવા છે જેમાં બે કે તેથી વધુ સભ્યો સંક્રમિત થયા છે અને હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. જ્યારે બીજી તરફ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.ત્યારે શહેરની એમ.એસ.યુનિર્વસિટીમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. એક પછી એક કોરોના કેસ નોંધાતા જાય છે.
વડોદરામાં એમ.એસ યુનિવર્સિટીને કોરોનાએ બાનમાં લીધી છે. હાલમાં જ ડો.જીવરાજ મહેતા હોસ્ટેલના વોર્ડન કોરોના પોઝીટીવ આવતા તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઇન કર્યા હતા જ્યારે હવે હવે જોઇન્ટ રજીસ્ટ્રાર ડો.મયંક વ્યાસ કોરોના પોઝીટીવ આવ્યા છે.એમ.એસ.યુની હેડ ઓફિસને બંધ કરવાની ફરજ પડી છે. શહેરમાં અનેક સ્કૂલમાં વિદ્યાર્થીઓ પોઝીટીવ આવતા સ્કૂલ બંધ કરવાની ફરજ પડી છે જ્યારે હવે યુનિવર્સિટીની હેડ ઓફિસ બંધ કરવી પડી છે.
શિક્ષણ જગતથી લઇને રાજકીય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. યોગેશ પટેલ દ્વારા ખાનગી હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે પોઝીટીવ આવતાં જાતે જ હોમ આઇસોલેટ થયા છે. તેમજ સંપર્કમાં આવેતા તમામને કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને લોકોને માસ્ક પહેરવા માટે જાગૃતતા ફેલાવી રહ્યુ છે. તેમજ ઉત્તરાયણ પર્વને લઇને પણ સરકાર દ્વારા કોરોના ગાઇડલાઇનનું પાલન કરવા ખાસ સૂચના અપાઇ છે.