• શી ટીમએ ચાર બાળકોને નવુ જીવન આપ્યું
  • તમામ બાળકોના આધારકાર્ડ કઢાવી બેંકમાં ખાતા ખોલાવ્યા
  • ચારેય બાળકોને બાલ ગોકુલમ ખાતે મોકલવામાં આવ્યા

 

WatchGujarat. હાલમાં જ વડોદરા શહેરનાં સમા વિસ્તારમાં શી ટીમ દ્વારા એક સરાહનીય કામ કરવામાં આવ્યુ છે. માતા-પિતા વિનાના ચાર બાળકોની પુનઃજીવન આપ્યું છે.

મળતી માહિતી મુજબ સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે સમા કેનાલ રોડ ગાયત્રી ફ્લેટ-શ્રીજી ફ્લેટની સામે ખુલ્લા મેદાનના ખુણામાં ઝુપડા આવેલ છે ત્યાં 4 બાળકો રમતા હતા. તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, (1) રમેશ ઉ.વ. 14 તથા (2) સુરેશ ઉ.વ.12, (બન્ને બાળકોના માતા-પિતા મરણ પામેલ છે.)  (3) પાર્વતિ  ઉ.વ.7 (4) ક્રાંતિ ઉ.વ. 14 (આ બન્ને બાળકના પિતા હયાત છે, માતા મરણ પામેલ છે.) (ઉપરોક્ત તમામ બાળકોના નામ બદલ્યા છે.) જે બાળકો હાલ તેની દાદી સાથે રહે છે. જેમાંથી એક બાળકી આજ સુધી ભણવા ગઇ જ નથી જ્યારે 3 બાળકોએ પ્રાથમિક સુધી સરકાર શાળામાં ભણેલ છે.

આથી સમા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટરને આ બાબતે જાણ કરવામાં આવી હતી. વધુમાં શી ટીમ દ્વારા જીલ્લા બાળ શહેર એકમ વડોદરા શહેરને સંબોધીને 18 નવેમ્બરના રોજ પત્ર લખી બાળકોને પુનઃસ્થાપન માટે વિનંતી પત્ર લખ્યો હતો. ત્યાર બાદ બાળકોના આધારકાર્ડ તેમજ અન્ય દાખલા માગેલ જે બાળકો પાસે ન હોવાથી તાત્કાલિક કોર્પોરેશનમાંથી બાળકોના આધાર કાર્ડ મેળવ્યા હતા. ત્યારબાદ સાવસી કમલપુરા ગામથી તલાટીનો સંપર્ક કરી બાળકોના માતા-પિતાના મરણનાં દાખલા મેળવી બેંકમાં તેમની દાદી સાથે જોઇન્ટ ખાતા ખોલાવી આપ્યા હતા.

બાદમાં જિલ્લા બાળ શહેર એકમ વડોદરા શહેર તરફથી મંજુરી લઇને 25 નવેમ્બરના રોજ ચારેય બાળકોને બાલ ગોકુલમ ખાતે મોકલવામાં આવ્યા હતા.જ્યારે જાનવી જે આજ સુધી શાળાએ ગઇ નથી તેણીને કોયલી ચેકપોસ્ટ આગળ કોયલી વિદ્યામંદિર સ્કૂલ સામે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં મૂકવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે પોલીસની શી ટીમ મહિલાને લગતી દરેક સમસ્યાનું સમાધાન કરે છે ત્યારે આવા બાળકોને પણ એક નવુ જીવન આપી પ્રસંશનીય કાર્ય કર્યુ છું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud