• શેરખી ગામની કોતરમાં દિપડાના પંજા જોવા મળ્યા
  • વન વિભાગે સંભવિત જગ્યાએ હાલ પિંજરૂ મુકીને દિપડાને પકડવા માટેની વ્યવસ્થા કરી
  • કોતર વિસ્તારમા જમીન ભીની હોવાને કારણે ત્યાં તેના પગલા રહી ગયા છે. અને દિપડાની હાજરી અંગેની જાણકારી મળી શકી હતી – સરપંચ જિવત બેન

WatchGujarat. વડોદરા પાસે આવેલા એક ગામની કોતરમાં દિપડાની હાજરી નોંધવામાં આવી છે. જેને કારણે ગ્રામજનોમાં ફફડાટની લાગણી જોવા મળી રહી છે. તો બીજી તરફ આ અંગે વન વિભાગને જાણ કરાતા ટ્રેપ માટે પિંજરૂ મુકવામાં આવ્યું છે.

વડોદરા પાસે શેરખી ગામ આવેલું છે. શેરખી ગામની કોતરમાં દિપડાના પંજા જોવા મળ્યા હતા. જેને કારણે ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સમગ્ર મામલે શેરખી ગામના સરપંચ જિવત બેને WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, અમારા ગામની કોતરોમાં દિપડાના પંજા જોવા મળ્યા હતા. જેને લઇને તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી. વન વિભાગે સંભવિત જગ્યાએ હાલ પિંજરૂ મુકીને દિપડાને પકડવા માટેની વ્યવસ્થા કરી છે. ચાર દિવસ પહેલા દિપડો જોવા મળ્યો હતો. અને બે દિવસ પહેલા પિંજરૂ મુકવામાં આવ્યું છે.

વધુમાં સરપંચ જિવત બેને ઉમેર્યું કે, સામાન્ય રીતે સુકી જમીન પર દિપડો ચાલે તો તેના પગલા રહેતા નથી. પવનના કારણે ઉડતી ધુળમાં કોઇના પણ પગલા ઢંકાઇ જાય છે. પણ કોતર વિસ્તારમા જમીન ભીની હોવાને કારણે ત્યાં તેના પગલા રહી ગયા છે. અને દિપડાની હાજરી અંગેની જાણકારી મળી શકી હતી. હવે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વન્યજીવો આવી જાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં તો વન્ય જીવ અને માનવ જાત વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પરંતુ વન વિભાગ અને વન્ય જીવો માટે કામ કરતી એન.જી.ઓ.ના સહયોગથી આ પ્રકારની ઘટનાઓ પર અંકુશમાં લાવવું શક્ય બન્યું છે. હવે શેરખી ગામમાં ફરી રહેલા દિપડાનું શું થાય તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

Facebook Comments Box

Videos

Our Partners