વડોદરા શહેરમાંથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરતી ત્રિપુટી ઝડપાઇ
ત્રિપુટી રાત્રીના સમયે ઇકો ગાડીના સાયલેન્સર ચોરતી હતી
ત્રિપુટી ચોરેલા સાયલેન્સર વહેંચવા નીકળી હોવાની જાણ પોલીસને થઇ હતી
નવાપુરા પોલીસે વૉચ ગોઠવીને ત્રિપુટીને દબોચી લીધી હતી.
WatchGujarat. વડોદરા શહેરની ત્રિપુટી ગાડીના સાયલેન્સર ચોરવા ઇકો ગાડીને નિશાન બનાવતી હતી. અને કાનોકાન કોઈને આ વિશે જાણ ન થાય તેમ સ્થળથી પલાયન થઇ જતા હતા. પરંતુ આ ત્રિપુટી ગાડીના સાયલેન્સર વેચવા જતા હોવાની બાતમી મળતા નવાપુરા પોલીસે વૉચ ગાઠવીને ત્રિપુટીને દબોચીને લીધી હતી. અને તમામ વિરુદ્ધ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરા શહેરના અનેક વિસ્તારોમાંથી ઇકો ગાડીના સાયલેન્સર ચોરાયા હોવાની ફરિયાદ જુદા-જુદા પોલીસ મથકે નોંધાતી હતી. ચોરો એટલા શાતીર હતા કે તેમને ગાડીના સાયલેન્સર ચોર્યા અંગે કાનોકાન કોઈને જાણ ન થાય તેમ સ્થળ પલાયન થઇ જતા હતા. આ વાત વડોદરાના પોલીસના ધ્યાનમાં રાખી હતી. તેવામાં જ જ્યારે નવાપુરા પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, સફેદ કલરની એક ગાડીમાં બે-ત્રણ ઈસમો કરીના સાયલેન્સર વેંચવા ફરી રહ્યા છે. અને તેઓ ડૉ. આંબેડકર ચોક પાસેથી પસાર થવાના છે.
બાતમીના આધારે નવાપુરા પોલીસે જુદી-જુદી ટિમો તૈયાર કરી હતી. અને તે ટિમો અલગ અલગ દિશામાં ડૉ. આંબેડકર ચોક પાસે બાતમી વાળી ગાડીને પકડવા વૉચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન ગાડી પથ્થરગેટ તરફથી આવતી જણાતા પોલીસે તેને સાઈડમાં ઉભી રાખી હતી. અને ગાડીમાં સવાર તમામને તેમની ઓળખ પૂછવામાં આવી હતી. અને સાથે જ તેઓને ગાડીમાંથી ઉતારી ગાડીની તપાસ આદરવામાં આવી હતી. આ સાથે જ પોલીસને ગાડીમાંથી એક સાયલેન્સર, લોખંડનો અણીદાર એક સળિયો, હથોડી અને પાનુ મળી આવ્યું હતું. પોલીસે સાયલેન્સર બાબતે તમામની પૂછપરછ કરી હતી. પરંતુ તેઓએ પોલીસને સંતોષકારક જવાબ ન્હોતો આપ્યો. જેથી પોલીસ દ્વારા તેઓની આગવી ઢબે પૂછપરછ કરતા ચોરોએ કબુલ કર્યું હતું કે આ સાયલેન્સર અને બીજા ત્રણ સાયલેન્સર તેઓએ ચોરી કાર્ય હતા.
કેવી રીતના ચોરતા હતા સાયલેન્સર
પકડાયેલા ઈસમો રાત્રીના સમયે પોતાની ગાડીનો ઉપયોગ કરી જાહેર માર્ગ પર તેમજ પાર્કિંગમાં પાર્ક કરેલી ઇકો ગાડીને તેઓ નિશાન બનાવતા હતા. ચોરો તેમની ગાડી ઇકોની બાજુમાં ઉભી કરી અને ઇકોની પાછળના ભાગેથી નીચે જઈ સાયલેન્સર કાઢી લેતા હતા. અને કોઈને આ બાબતની કાનોકાન જાણ ન થાય તેમ સ્થળથી પલાયન થઇ જતા હતા.
પકડાયેલ ઇસમોના નામ
ઇકબાલહુસેન ઉર્ફે ઇલ્લુ મોહમદહનીફ ઉર્ફે બન્નુભાઈ શેખ (ઉ.30વર્ષ) રહે, નવાપુરા મહેબુબપુરા ભાથુજીના સામે વડોદરા
હસનઅલી સહાદતઅલી સૈયદ (ઉ.26 વર્ષ)રહે, નવાપુરા મહેબુબપુરા વીમા દવાખાના સામે વડોદરા
સાજીદ શરીફભાઇ મલેક (ઉ.23 વર્ષ) રહે નવાપુરા મહેબુબપુરા ભાથુજીના સામે વડોદરા
નવાપુરા પોલીસે પકડાયેલા તમામ ઈસમો પાસેથી ચાર સાયલેન્સર, ગાડી,એક્ટિવ, વગેરે જેવું કુલ,રૂ 1.95 લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. અને તેઓ વિરુદ્ધ ગુના નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.