• સ્માર્ટ સીટી વડોદરાનું તંત્ર તંત્ર કેટલું અને કઇ બાબતોમાં સ્માર્ટ છે તે તો અહિં રહેતા સૌ કોઇ નાગરીકો જાણે જ છે
  • સૌથી મોટા ઓવર બ્રિજના નિર્માણની કામગીરીમાં ટ્રાફિકના મીસમેનેજમેન્ટનો રોજબરોજ નાગરીકો બને છે
  • આજે સવારે નોકરી પર જવાના સમયે પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે અડધા બ્રિજ સુધી ગાડીઓની કતારો લાગી હતી
  • ટ્રાફિક જામની કતારથી બચવા માટે રોંગ સાઇડ થઇને બ્રિજની બાજુના રસ્તેથી અન્યત્રે જવા માટે વાહનો સામ સામે આવી ગયા

WatchGujarat. વડોદરાના વિકાસ થઇ રહ્યો છે તેવું ગાણું શાસકો દ્વારા અવાર નવાર ગાવામાં આવે છે. પરંતુ કઇ વાતને વિકાસમાં ગણવી અને કઇ વાતને તેમાંથી બાકાત રાખવી તે સમજવામાં હજી પણ સામાન્ય નાગરીકો અવઢવમાં છે. વડોદરામાં આકાર લઇ રહેલા સૌથી મોટા ઓવર બ્રિજ પાસેથી રોજબરોજ ટ્રાફિકનું મીસમેનેજમેન્ટ સામે આવે છે. આજે તો હદ્દ થઇ ગઇ જ્યારે સવારે નોકરી જવા ટાણે પંડ્યા બ્રિજ (શાસ્ત્રી બ્રિજ) થી ગેંડા સર્કલ જતા એટલો બધો ટ્રાફિક જામ થયો કે ગાડીઓ ઓવર બ્રિજ પર રોંગ સાઇડ જતી જોવા મળી હતી. જેને પગલે બ્રિજ શરૂ થવાની જગ્યાએ વધુ એક ટ્રાફિક જામ સર્જાયો હતો.

વડોદરાના સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે. હવે તંત્ર કેટલું અને કઇ બાબતોમાં સ્માર્ટ છે તે તો અહિં રહેતા સૌ કોઇ નાગરીકો જાણે જ છે. વડોદરામાં જુના પાદરા રોડ પાસે આવેલી ટ્યુબ કંપનીથી લઇને જ્યોતિ સર્કલ સુધી શહેરના સૌથી મોટા ઓવર બ્રિજના નિર્માણની કામગીરી ચાલી રહી છે. તેમાં ટ્રાફિકનું મીસમેનેજમેન્ટનો રોજબરોજ નાગરીકો બને છે. જે લોકોએ અહિંથી પસાર થયા વગર છુટકો નથી તેઓ રોજ ભારે ટ્રાફિક જામનો ભોગ બને છે. જ્યોતિ સર્કલથી ગેંડા સર્કલ સુધીનો રસ્તો બ્રિજની કામગીરીને પગલે સાંકડો કરી દેવામાં આવ્યો છે. જેને કારણે આમ પણ સામાન્ય સંજોગોમાં ટ્રાફિક જામ લાગે જ છે.

આજે તો હદ્દ થઇ ગઇ જ્યારે સવારે નોકરી પર જવાના સમયે પંડ્યા બ્રિજથી ગેંડા સર્કલ તરફ જવાના રસ્તે અડધા બ્રિજ સુધી ગાડીઓની કતારો લાગી હતી. અહિં કતારો લાગવું નવું નથી. પરંતુ બીજી તરફ પંડ્યા બ્રિજના અડધેથી અનેક ગાડીઓ રોંગ સાઇડ જતી હતી. જેને કારણે બ્રિજ પર આવવા માટે અને રોંગ સાઇડ થઇને બ્રિજની બાજુના રસ્તેથી અન્યત્રે જવા માટે વાહનો સામ સામે આવી ગયા હતા. શહેરમાં આ રસ્તે થઇને ગેંડા સર્કલ તથા આસપાસમાં આવેલી હોસ્પિટલોમાં દર્દીઓને લઇ જવામાં આવે છે. હવે ટ્રાફીક મીસમેનેજમેન્ટના કારણે જો કોઇ સીરીયસ દર્દી વધુ મુશ્કેલીમાં મુકાય તો તેનું જવાબદાર કોણ !

એસી ગાડીઓમાં ફરતા, એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરતા શાસકોને કેમ ખબર નથી કે શહેરના નાગરીકો કઇ સમસ્યાથી રોજબરોજ પીડાઇ રહ્યા છે ? વડોદરાને સ્માર્ટ સીટીની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહી છે, તો પાણી, રોડ રસ્તા જેવી જરૂરીયાતોને સ્માર્ટ સીટીની કેટેગરીમાંથી બહાર મુકવામાં આવી છે ? આ પ્રકારના પ્રશ્નો લોકમુખે ચર્ચાઇ રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners