મોટાભાગના કેસોમાં લોકોનો મીજાજ લોકોની કોમેન્ટ પરથી પારખવાનો વિકલ્પ હવે મોજુદ છે
સ્વેજલ વ્યાસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી લખ્યું કે, કોરોના દરમિયાન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ક્યાં સેવા કાર્ય માં હતા જગ્યા અને સ્થળ તેમજ સહાય લેનાર ની માહિતી આપનાર ને યોગ્ય ઇનામ ટીમ રિવોલ્યુશન આપશે
અચાનક જ ભાજપની મહિલા કોર્પોરેટર સ્વેતા ઉત્તેકરે કોમેન્ટમાં ઝંપલાવ્યું
અમે માત્ર મંત્રી દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલી કામગીરીની માહિતી માંગી હતી. જો કે મહિલ કોર્પોરેટર તેના પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા – સ્વેજલ વ્યાસ
[caption id="attachment_1408160" align="aligncenter" width="640"] ઉપરોક્ત તસ્વીત બંનેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લેવામાં આવી છે. [/caption]
WatchGujarat. વડોદરામાં સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ અને ભાજપની મહિલા કોર્પોરેટર સ્વેતા ઉત્તેકર વચ્ચે સોશિયલ મીડિયામાં ભારે કોમેન્ટ બાજી ચાલી રહી છે. સ્વેજલ વ્યાસે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં પોસ્ટ લખી કે, મત્રી રાજેન્દ્ર ત્રિવેદી કોરોનામાં કયા સેવા કાર્યમાં હતા, તો મહિલા કોર્પોરેટરે લખ્યું કે, તમે છો કોણ કે અમે પ્રુફ આપીએ. હાલ કોમેન્ટ બોક્સમાં લોકો વિવિધ પ્રકારના મત પ્રગટ કરતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયાના જમાનામાં બધું બદલાયું છે. પહેલા લોકો પોતાનો બળાપો કાઢવા અનેક વિધ પ્રકાર અજવામતા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયાના જમાનામાં બધું સરળ છે. અને મોટાભાગના કેસોમાં લોકોનો મીજાજ લોકોની કોમેન્ટ પરથી પારખવાનો વિકલ્પ હવે મોજુદ છે. વડોદરામાં પણ કંઇક એવું જ થઇ રહ્યું છે.
તાજેતરમાં વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી અને મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંને મંત્રીઓએ વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં જન આશિર્વાદ રેલી યોજી હતી. બે દિવસ પહેલા સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું કે, કોરોના દરમિયાન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ક્યાં સેવા કાર્ય માં હતા જગ્યા અને સ્થળ તેમજ સહાય લેનાર ની માહિતી આપનાર ને યોગ્ય ઇનામ ટીમ રિવોલ્યુશન આપશે.
કોમેન્ટ બોક્સમાં લોકો સ્વેજલ વ્યાસ તરફી કોમેન્ટોનો મારો ચલાવી રહ્યા હતા. તો અચાનક જ ભાજપની મહિલા કોર્પોરેટર સ્વેતા ઉત્તેકરે કોમેન્ટમાં ઝંપલાવ્યું હતું. અને જવાબ આપતા લખ્યું કે, કયા શહેરમાં રહો છો વડોદરા માં રહેતા હોત તો આવો વાહીયાત સવાલ ના પૂછ્યો હોત. જો કે, મહિલા કોર્પોરેટરને કોમેન્ટ બોક્સમાં લોકોનું સમર્થન નહિ મળતા એવું પણ લખ્યું કે, Swejal Vyas Tamara બોલવાથી કઈ થઇ નથી જતું. તમે છો કોણ કે તમને અમે પ્રૂફ આપીએ. તમને જોઈ છે ને જાતે જોઈ લો. જો કે બે દિવસ પહેલા સ્વેજલ વ્યાસ દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પર આજદિન સુધી કોમેન્ટબાજી ચાલી રહી છે. આ મામલે સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, અમે માત્ર મંત્રી દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલી કામગીરીની માહિતી માંગી હતી. જો કે તેઓ તેને પુરાવા આપવામાં નિષ્ફળ રહ્યા હતા. તેનાથી વિપરીત તેમણે અમારા પર જ સવાલ ઉઠાવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં સામાજીક કાર્યકર સ્વેજલ વ્યાસ અને ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા કોમેન્ટબાજી શહેરમાં ટોક ઓઉ ધી ટાઉન બની છે. રાજ્યમાં ચુંટણી પહેલા સોશિયલ મીડિયામાં આક્ષેપ – પ્રતિ આક્ષેપ વધુ તેજ બને તો નવાઇ નહિ.