• ફર્જી ડોક્ટર વિષ્ણુદેવપ્રસાદ ઇન્દ્રદેવપ્રસાદ કુશવાહા ઝડપાયો
  • ડોક્ટર કોઇ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હતો
  • તમામ સર્ટી માન્યતા વિનાના નિકળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી

WatchGujarat. વડોદરા એસ.ઓ.જી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ફરજી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. નકલી ડોક્ટરની ડિગ્રી સાથે દવાખાનું ચલાવતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ડોક્ટરની બાતમીનાં આધારે શહેર એસ.ઓ.જી પોલીસે પોલ ખોલી હતી. છેલ્લા ચાર વર્ષથી કોઇ પણ ડોક્ટરી લાયકાત વિના દવાખાનું ચલાવતા ડોક્ટર વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, એઓજી પોલીસ શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, મકરપુરા એસ.ટી. ડેપો પાછળ આવેલ મહાલક્ષ્મી નગરમાં દુકાન નંબર 332માં બોર્ડ વગરની શટરવાળી રૂમમાં વિષ્ણુદેવ પ્રસાદ કુશવાહા નામનો ડોક્ટર કોઇ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડીગ્રી વગર દવાખાને આવતા દર્દીઓને ચેક કરી એલોપેથીક દવાઓ આપે છે.

આ અંગે એસ.ઓ.જીએ બાતમીની હકીકત મેળવી રેડ પાડી હતી. જ્યાં રેડ પાડતા જાણવા મળ્યુ હતુ કે, હરીદર્શન સોસાયટી તરસાલીમાં રહેતા વિષ્ણુદેવપ્રસાદ ઇન્દ્રદેવપ્રસાદ કુશવાહા (ઉ.વ 43) છેલ્લા ચાર વર્ષથી તબીબી પ્રેક્ટીસ કરે છે. તેઓ પાસેથી પ્રેક્ટીસ અંગેનું સર્ટી માંગતા તેણે અંગ્રેજી લખાણવાળું કાઉન્સીલ ઓફ ઇલેકટ્રોહોમીયોપેથીક સિસ્ટમ ઓફ મેડીશીન્સ પટના(બિહાર)નું બતાવ્યું હતુ. જેથી તેઓની પાસે એલોપેથી તબીબ પ્રેક્ટીસ કરવા અંગેનું સર્ટી તથા મેડીકલ કાઉન્સીલનું રજીસ્ટ્રેશન સર્ટી માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવ્યુ હતું. ત્યાર બાદ મેડીકલ ઓફીસર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, ડોક્ટરી ડિગ્રી સર્ટી કોઇ યુનિવર્સિટીનું નથી તેમજ કાઉન્સીલ ટાઇપની ડીગ્રીનું નથી સાથે જ મેડીકલ કાઉન્સીલ તરફથી વેલીડ નથી કે કોઇ પણ પ્રકારનું રજીસ્ટ્રેશન કરાવેલ ન હોવાનું જાણવા મળ્યુ હતુ. કહેવાતો ડોક્ટર એલોપેથીક દવાઓ, ઇન્જેક્શનો રાખી એલોપેથીક તબીબ તરીકેની પ્રેક્ટીસ કરતો હોય તે ગેરકાયદેસર જણાતા તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

શહેરના મકરપુરા ખાતે ડોક્ટર તરીકેનો રબર સ્ટેમ્પ તથા એલોપેથીક દવાઓ, ઇન્જેકશનો રાખી એલોપેથીક ડોક્ટર ન હોવા છતાં એલોપેથી તબીબ તરીકેની ગેરકાયદેસર પ્રેક્ટીસ કરી, દર્દીઓને એલોપેથી દવાના પ્રિસ્ક્રીપ્શન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ડોક્ટરને રેડ દરમ્યાન પકડી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે કુલ મળી રૂપિયા 14,725ની મત્તા મેળવી ડોક્ટર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud