• લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે ચાલતો ઝઘડો સાસુની હત્યાનુ કારણ બન્યો
  • જમાઇ વિશાલ અમિનએ રસોડામાં સાસુ ઉપર હુમલો હથોડી વડે હુમલો કરી હત્યા કરી નાખી
  • સાસુની હત્યા કર્યા બાદ જમાઇ પોતે જ મકરપુરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો

WatchGujarat. વડોદરાનાં માંજલપુર વિસ્તારમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં જમાઇએ જ સાસુની નિર્મમ હત્યા કરી હોવાનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પતિ-પત્ની વચ્ચે લગ્ન બાદથી જ ચાલતા ઝઘડાના કારણે સાસુની હત્યાનુ કારણ બન્યુ હોવાની પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે, માંજલપુરા વિસ્તારમાં આવેલી કલ્યાણબાગ સોસાયટીમાં રહેતા સવિતાબેન તેમના પતિ અને પુત્ર સાથે રહે છે. તેઓની દિકરીના થોડા સમય પહેલા તરસાલી ખાતે રહેતા વિશાલ અમિનના યુવક સાથે લગ્ન થયા હતા. આજરોજ સવિતાબેન અને તેમના પતિ સવારે 11-30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. તે દરમિયાન તેમનો જમાઇ વિશાલ અમિન ઘરે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે રસોડામાં જઇ તેની સાસુ સવિતાબેનના માથામાં હથોડી વડે હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી.

સાસુની હત્યા કર્યા બાદ હત્યારો જમાઇ જાતેજ મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગયો હતો. લોહીના ડાઘા વાળા કપડા જોઇ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓ પણ એક તબક્કે વિશાન અમિનને જોઇ ચોંકી ઉઠ્યાં હતા. ત્યાં તો તેણે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મીઓને કહ્યું “મેં મારી સાસુનુ મર્ડર કરી નાખ્યું છે”. વિશાલના આ શબ્દો સાંભળતા પોલીસ પણ અધ્ધર થઇ ગઇ અને તાત્કાલીક કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં એ.સી.પી એસ.બી કુંપાવત પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે સાસુની હત્યા કરનાર જમાઇ વિશાલ અમિનની પોલીસે હાલ પુછતાછ હાથ ધરી છે. જોકે કયા ચોક્કસ કારણોસર વિશાલે તેની સાસુની હત્યા કરી અને હત્યા કરવા માટે હથોડી ક્યાંથી લાવ્યો તેવા અનેક મુદ્દાઓ પર પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud