• વડોદરામાં બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત ત્રીજા વર્ષે કુંવારિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું
  • વર્ષો પહેલા ખાસ કરીને નવરાત્રી દરમિયાન અચુક કુંવારિકા પૂજન થતું હતું. પરંતુ સમય જતા હવે તેમ થતું નથી
  • 21 કુંવારિકા, અને એક બટુંકનું નવરાત્રીના તમામ નોરતામાં પૂજન કરવામાં આવશે. તેની સાથે અમારો પ્રયાસ એવો પણ રહે છે કે વર્ષ દરમિયાન દિકરીઓને ભણવામાં તથા અનેક રીતે મદદરૂપ થઇ શકીએ – રૂકમિલ શાહ

WatchGujarat. વડોદરામાં એક યુવાનના પ્રયાસોથી છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રી પર્વ પર કુંવારિકા પૂજનના કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. હાલ ચૈત્ર નવરાત્રી દરમિયાન પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુંવારિકા પૂજનમાં માત્ર પૂજન નહિ પરંતું તેઓને અનેક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ છે.

વડોદરામાં બરોડા યુથ ફેડરેશન દ્વારા સતત ત્રીજા વર્ષે કુંવારિકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે WatchGujarat.com સાથે વાત કરતા બરોડા યુથ ફેડરેશનના ફાઉન્ડર રૂકમિલ શાહે જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારી નગરી છે. તેની સાથે વડોદરાને સાંસ્કૃતિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કુંવારિકા પૂજન અંગે શાસ્ત્રોમાં ઘણું લખાયું છે. વર્ષો પહેલા ખાસ કરીને નવરાત્રી દરમિયાન અચુક કુંવારિકા પૂજન થતું હતું. પરંતુ સમય જતા હવે તેમ થતું નથી. અમારો પ્રયાસ લોકોને આપણી પ્રચલિત પ્રથા સાથે જોડવાનો છે.

વધુમાં રૂકમિલ શાહે જણાવ્યું કે, અમારા દ્વારા સતત ત્રણ વર્ષથી નવરાત્રી પર્વ પર કુંવારિકા પૂજનનું આયોજન કરવામાં આવે છે. હાલના સમયે ચૈત્ર નવરાત્રી દરમિયાન પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 21 કુંવારિકા, અને એક બટુંકનું નવરાત્રીના તમામ નોરતામાં પૂજન કરવામાં આવશે. માત્ર પૂજન જ નહિ પરંતુ તેઓને પ્રિય ભોજન, ગુપ્તદાન અને ભેંટ પણ આપવામાં આવે છે. તેની સાથે અમારો પ્રયાસ એવો પણ રહે છે કે વર્ષ દરમિયાન દિકરીઓને ભણવામાં તથા અનેક રીતે મદદરૂપ થઇ શકીએ. કુંવારિકા પૂજનમાં સામાન્ય માણસથી લઇને રાજ્ય સરકારના મંત્રી સુધીના તમામ હાજરી આપે છે.

આખરે રૂકમિલ શાહે જણાવ્યું કે, અમારી સંસ્થા પોકેટમનીમાંથી બચાવેલા પૈસાથી શરૂ કરવામાં આવી હતી. અમે અનેક દાતાઓના સહયોગથી લોકઉપયોગી કાર્યો કરી રહ્યા છે. કુંવારિકા પૂજનમાં કોઇ પણ વ્યક્તિ જોડાઇ શકે છે. અમારા સોશિયલ મીડિયા હેન્ડલ પર તમામ જરૂરી માહિતી મુકી દેવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners