• આ મહિનામાં ત્રણ વખત અવકાશમાં થશે ઉલ્કાવર્ષા
  • ત્રણેય ઉલ્કા વર્ષામાંથી સૌથી શ્રેષ્ઠ સિંહની ઉલ્કાવર્ષા છે
  • જો તમે પણ આ અવકાશી નજારો માણવા ઇચ્છતા હોય તો તૈયાર થઇ જશો

ડિમ્પલ વસોયા. આ મહિનામાં ત્રણ વખત અવકાશમાં અદભુત નજારો જોવા મળશે.આ નજારો છે ઉલ્કા વર્ષાનો.જેને આપણી ભાષામાં ખરતો તારો કહીએ છીએ.આપણે ત્યાં અવકાશી અજ્ઞાનતાના કારણે આકાશમાં અગ્નિના બિહામણા શ્યો જોઈ અમુક લોકો અચંબા સાથે ભય અનુભવે છે. વાસ્તવમાં અવકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ જોવા મળે છે.હવે તમને સવાલ થશે કે આ ઉલ્કા વર્ષા ખરેખર શું હોય છે અને કેવી રીતે થાય છે?તો આ બાબતે વિસ્તારથી વાત કરીએ.

આ મહિનામાં ત્રણ પ્રકારની ઉલ્કાવર્ષા થવાની છે. જેનો સમય અને તારીખ નીચે મુજબ છે

1.ઋષભ ઉલ્કા વર્ષા-13 નવેમ્બરે

2.સિંહ ઉલ્કા વર્ષા-18 નવેમ્બરે

3.બ્રહ્મહ્દય ઉલ્કા વર્ષા-23 નવેમ્બરે

હવે તમને સવાલ થશે કે આ ઉલ્કા વર્ષા કેવી રીતે થાય છે તો બાબતે ઉંડાણપૂર્વક માહિતી લેવા માટે WatchGujarat.comની ટીમે ખગોળવૈજ્ઞાનિક દિવ્યદર્શન પુરોહિત સાથે વાત કરી હતી.તેઓએ જણાવ્યું હતુ.કે પૂર્વથી પશ્ચિમ જતુ રાશીચક્ર જે દક્ષિણ તરફ ઢળતું દેખાય છે.જેમાં ઋષભ અને સિંહની ઉલ્કાવર્ષા જોવા મળશે.જ્યારે બ્રહ્મહ્દયની ઉલ્કા વર્ષા ઉત્તર દિશા તરફ જોવા મળશે.આ ત્રણેય ઉલ્કા વર્ષામાંથી સૌથી શ્રેષ્ઠ સિંહની ઉલ્કાવર્ષા છે.કોઇ પણ થતી ઉલ્કાવર્ષા પાછળ રાશી કે નક્ષત્ર હોય છે એટલે તેનું નામ આપવામાં આવે છે.

ઉલ્કાવર્ષા થવાનું કારણ શું હોય છે?

ખગોળવૈજ્ઞાનિક દિવ્યદર્શન પુરોહિતે આ બાબતે જણાવ્યું હતુ કે ધૂમકેતુ પસાર થતા હોય તેની પાછળ પોતાની પૂંછડીમાંથી ધૂળ છુટતી જાય છે.જ્યારે આ છોડેલી ધૂળમાંથી પૃથ્વી પસાર થાય એટલે પૃથ્વીની ગ્રેવિટી એ ધૂળને પોતાની અંદર ખેંચે છે.એ ધૂળ 100-150 કિલોમીટરની હાઇટ પરથી અંદર વાતાવરણમાં પ્રવેશે ત્યારે ધૂળ બળી જાય છે અને તેજસ્વી ઉલ્કા ક્ષણવાર માટે દેખાય છે જેને આપણે ગુજરાતીમાં ખરતો તારો કહીએ છીએ.જેને ખગોળીય ભાષામાં ઉલ્કા વર્ષા કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉલ્કા વર્ષા જોવા માટે મધ્યરાત્રિનો સમય પસંદ કરવો.એટલે અંધારામાં ઉલ્કા વર્ષાનો નજારો કંઇક અલગ જ દેખાય છે.સિટીમાં લાઇટનું પ્રમાણ વધારે હોવાથી અહીં ઓછી ઉલ્કા વર્ષા દેખાય જ્યારે જંગલ કે ખુલ્લા મેદાન પર એકદમ અંધારુ હોય તેવી જગ્યામાં ઉલ્કા વર્ષાને નજારો સારી રીતે માણી શકાય છે.અંધારા સાથે ઉંચાણવાળા સ્થળે પણ ઉલ્કાવર્ષા સારી રીતે માણી શકાય છે.આવી નજારો તમે કેમેરામાં પણ કેદ કરી શકો છો.જો તમે પણ આ અવકાશી નજારો માણવા ઇચ્છતા હોય તો તૈયાર થઇ જશો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud