મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે
સવારે એસએસજી હોસ્પિટલના ઓડિટોરીયમ બિલ્ડીંગના ધાબે લવારી કરતો યુવાન ચઢી ગયો
એસએસજી હોસ્પિટલમાં રોજરોજ અસંખ્યા માણસોની અવર જવર વચ્ચે આ પ્રકારની ઘટના બનવી ચિંતાજનક વિષય છે
WatchGujarat. વડોદરાના એસ.એસ.જી. હોસ્પિટલમાં આજરોજ અજીબો ગરીબ ઘટના બની હતી. જેમાં ઓડિટોરીયમ બિલ્ડીંગના ધાબે લવારી કરતો યુવાન ચઢી ગયો હતો. જો કે, પરિસરમાં ફરજ બજાવતા સિક્યોરીટી ગાર્ડની નજર પડતાં જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અને યુવાનને પટાવીને નીચે લઇ આવ્યા હતા.
https://youtu.be/8wWyNRjuusc
મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. અહિં દિવસ રાત દર્દીઓ તથા તેમના પરિજનોની અવર જવર જોવા મળે છે. પરિસરમાં વ્યવસ્થા જળવાય તે માટે ખાનગી સિક્યોરીટીના જવાનો ઠેર ઠેર જોવા મળે છે. હાલ તબિબો તેમની પડતર માંગણીઓને લઇને વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે તમામને આશ્ચર્યમાં મુકે તેવી ઘટના બની હતી.
આજરોજ સવારે એસએસજી હોસ્પિટલના ઓડિટોરીયમ બિલ્ડીંગના ધાબે લવારી કરતો યુવાન ચઢી ગયો હતો. અને તેની દિવાલ પર ચઢીને નીચેના લોકોને જોઇ રહ્યો હતો. તથા કંઇક બબડી રહ્યો હતો. ઉપર ચઢીને લોકોને જોતા યુવાન પર સિક્યોરીટી ગાર્ડની નજર પડી કે તુરંત જ તેઓ ધાબા પર પહોંચ્યા હતા. અને ત્યાં પહોંચ્યા બાદ દિવાલ પર ચઢેલા યુવાનને પટાવીને ધીરે રહીને નીચે ઉતારી લીધો હતો.
યુવાન નીચે ઉતર્યો કે તુરંત સિક્યોરીટી ગાર્ડે તેને કોર્ડન કરી લીધો હતો. અને તેને નીચે લાવવામાં આવ્યો હતો. લવારી કરતા યુવાનને મીડિયાએ તે ક્યાંથી આવે છે, તેમ પુછતા તેણે કયો કોર્ષ કર્યો છે. તથા ક્યાંથી ભણ્યો છે તે અંગેના જવાબો આપવાના શરૂ કરી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એસએસજી હોસ્પિટલમાં રોજરોજ અસંખ્યા માણસોની અવર જવર વચ્ચે આ પ્રકારની ઘટના બનવી ચિંતાજનક વિષય છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માતે તંત્રએ યોગ્ય પગલાં લેવા જોઇએ. જો તેમ કરવામાં નહિ આવે તો આગામી સમયમાં કોઇક અનઇચ્છનિય ઘટના બની શકે છે.