વડોદરા દુનિયાનું ગરબા કેપીટલ ગણાય છે
આજે ભારત દેશે કોરોના વેક્સીનના 100 કરોડ વેક્સીનના ડોઝ મુકીને અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે
છેલ્લા બે દિવસથી વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો શૂન્ય છે
WatchGujarat. કોરોના કાળમાં મધ્યગુજરાતના કોરોના પોઝીટીવ દર્દીઓ માટે આશિર્વાદ સમાન સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આજરોજ અનોખ ઉજવણી કરવામાં આવી હતી. ભારત દેશે રસીકરણના 100 કરોડ ડોઝ મુકીને સ્વયં રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. જેને લઇને વડોદરામાં પોતાના અલગ જ અંદાજમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં કોરોના વોરિયર્સ જોડાયા હતા. દિવાળી પહેલા જ વડોદરાની એસએસજી હોસ્પિટસમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.
https://youtu.be/aGh9-ZoOHo4
આજે ભારત દેશે કોરોના વેક્સીનના 100 કરોડ વેક્સીનના ડોઝ મુકીને અનોખો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. જેને લઇને દેશ-દુનિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ કરવામાં આવી રહ્યા છે. જેની સ્થાનિક કક્ષાએ પણ હર્ષોલ્લાસ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. મધ્યગુજરાતની સૌથી મોટી એસ.એસ.જી. હોસ્પિટલમાં રંગે ચંગે દેશની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા દુનિયાનું ગરબા કેપીટલ ગણાય છે. આજરોજ દેશની સિદ્ધીની ખુશીને વધાવતા એસએસજી હોસ્પિટલના નર્સોએ માસ્ક,સેનેટાઈઝરની બોટલ અને કોરોનાની રસીની વાયલ હાથમાં રાખીને ગરબા કર્યા હતા. મીઠાઈ વહેંચી એકબીજાનું મોંઢુ મીઠુ કરાવ્યું હતું.
નર્સિંગ સ્ટાફના પલ્લવી પરમાર અને સપના શાહ ડે વન થી રસી મૂકવાની સેવા આપી રહ્યાં છે અને તેમણે આમ આદમી થી લઈને વડોદરાના રાજવી પરિવારના સદસ્યો,તત્કાલીન મંત્રીશ્રી,ધારાસભ્યો, પદાધિકારીઓ અને પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને રસી મૂકી છે.આવા કર્મયોગીઓ ને પરિણામે રસિકરણ સફળ થઈ રહ્યું છે.હાલમાં સંભવિત ત્રીજી લહેરને આપણે વિલંબિત કરી શક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો શૂન્ય છે. એસએસજી હોસ્પિટલના 700 થી વધુ પથારીના વોર્ડ બંધ થઈ ગયાં છે. રસી મૂકનારા આવા સમર્પિત કર્મયોગી અને સતત રસી પૂરી પાડનાર રાજ્ય સરકાર,ભારત સરકારને લીધે આ શક્ય બન્યું છે.