શહેરના સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પહેલા નોરતે માતૃશક્તિની અનોખી વંદના કરવામાં આવી
છેક મધ્યપ્રદેશથી વડોદરા આવેલી અસહાય દીકરીના ડાયાલિસિસથી બાળકો માટે હિમોડાયાલિસિસની સુવિધાનો પ્રારંભ કરાયો
હવે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં પણ હિમોડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ
ક્રોમ્પટન ગ્રિવ્ઝ કંપની દ્વારા સી.એસ.આર હેઠળ આ અદ્યતન તબીબી ઉપકરણ સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગને આપવામાં આવ્યું
WatchGujarat. વડોદરા સ્થિત સયાજી હોસ્પિટલના બાળ સારવાર વિભાગમાં ખૂબ અનોખી રીતે માં શક્તિના આરાધના પર્વનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવરાત્રિના પ્રથમ નોરતે છેક રતલામથી વડોદરા આવેલી અસહાય દીકરીના ડાયાલિસિસથી બાળકો માટે હિમોડાયાલિસિસની સુવિધાનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે સયાજી હોસ્પિટલના બાળ વિભાગને ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કંપની દ્વારા સી.એસ.આર. હેઠળ રૂ.10 લાખની કિંમતનું મેડિકલ કેર હિમોડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું છે. જેથી હવે વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં કિડનીના બાળ દર્દીઓની સારવાર માટે હિમોડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ થઈ છે.
મધ્યપ્રદેશથી આવેલી આઠ વર્ષની બાળકીને પ્રથમ વખત ડાયાલિસિસ અપાયું
મહત્વનું છે કે ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કંપની દ્વારા કિડનીના બાળ દર્દીઓની સારવાર માટે ખૂબ સાનુકૂળ, પોર્ટબલ આર.ઓ.પ્લાન્ટ, પાણીની ટાંકી અને બૂસ્ટર સિસ્ટમથી સુસજ્જ મેડિકલ કેર હિમોડાયાલિસિસ મશીન આપવામાં આવ્યું છે. આ અંગે વાત કરતાં બાળ સારવાર વિભાગના વડા ડો. શીલા ઐયરે જણાવ્યું હતું કે, અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝની ટેકનિકલ ટીમના સહયોગથી તેની સ્થાપનાનું કામ તાજેતરમાં જ પૂરું થયું છે. ત્યાં પહેલા નોરતે છેક મધ્યપ્રદેશના રતલામથી એક લાચાર પરિવાર એની આઠ વર્ષની કિડની રોગ પીડિત બાળકીને લઈને આવ્યું હતું. આ છોકરીમાં લોહીની ખૂબ જ ઉણપ હતી, તેની કિડની કામ કરતી ન હતી. જેથી તેને તાત્કાલિક હિમોડાયાલિસિસની જરૂરત હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરિવાર આ બાળકીને લઈને ઘણી હોસ્પિટલો ફર્યો પણ ક્યાંય બાળકો માટે હીમોડાયાલિસિસની સુવિધા ન મળી. ત્યારે આ પરિવારને કોઈએ જાણકારી આપી કે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં જાવ ત્યાં દિકરીનો ઈલાજ થઈ જશે. આખરે લાચારીવશ આ પરિવાર તેની આઠ વર્ષની બાળકી સાથે મધ્યપ્રદેશથી છેક વડોદરા આવ્યો હતો. અમને લાગ્યું કે પહેલા નોરતે આદ્યશક્તિના અંશ જેવી આ દીકરીની સારવાર દ્વારા નવીન બાળકો માટેની હીમો ડાયાલિસિસ સુવિધા ( લોહીનું યાંત્રિક શુદ્ધિકરણ)નો મંગળ પ્રારંભ ઉચિત રહેશે. જેથી જ માં દુર્ગાની મનોમન પ્રાર્થના સાથે અમે આ દીકરીની સારવારથી આ યુનિટની કામગીરી શરૂ કરી છે તેમ ભાવુક થયેલા ડો.શીલા ઐયરે જણાવ્યું હતું.
હિમોડાયાલિસિસની સુવિધાના અભાવે બાળકોને અમદાવાદની કિડની હોસ્પિટલમાં મોકલવા પડતાં હતાં
આ અંગે તેમણે કહ્યું હતું કે, અગાઉ આવી જરૂરિયાતવાળા બાળકોને અમદાવાદની કિડની હોસ્પિટલમાં મોકલવા પડતાં હતાં. ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કંપનીની સી.એસ.આર. સખાવતથી સયાજી હોસ્પિટલનો અમારો બાળ સારવાર વિભાગ કિડનીના બાળ રોગીઓ માટે હીમોડાયાલિસિસની સુવિધા ધરાવતો કદાચિત મધ્ય ગુજરાતના જિલ્લાઓની સરકારી હોસ્પિટલોનો પ્રથમ વિભાગ બન્યો છે. તેમણે આ સખાવત માટે કંપનીને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યાં છે. મહત્વનું છે સરકારી હોસ્પિટલના બાળ વિભાગમાં હવે હીમોડાયાલિસિસની સુવિધા શરૂ થતાં ઘણા બાળકોને મદદરૂપ રહેશે. તેમણે અન્ય હોસ્પિટલોમાં ધક્કા નહીં ખાવા પડે.