એસએસજી હોસ્પિટલમાં સ્ટ્રેચરના અભાવે દર્દીઓ અને તેમના પરિજનોને હાલાકી
એસએસજી હોસ્પિટલમાં વિકાસના કામોનું તાજેતરમાં જ સુપ્રીટેન્ડન્ટના હસ્તે ખાત મુહુર્ત કરવામમાં આવ્યું
ગતરોજ એસએસજી હોસ્પિટલમાં માનવ સ્ટ્રેચરના ઉપયોગથી દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોવાના દ્રશ્યો સર્જાયા
દ્રશ્યો નિહાળતા લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો
WatchGujarat. વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. એસએસજી હોસ્પિટલમાં સંસાધનોના અભાવે દર્દીઓને એક જગ્યાએથી અન્યત્રે લઇ જવા માટે સ્ટ્રેચરના અભાવે માનવ સ્ટ્રેચર કામ કરે છે. આટલી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને અવર – જવર કરવા માટે પણ જરૂરી વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
https://youtu.be/LfVtVNzNGmY
વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હોસ્પિટલમાં વડોદરા જ નહિ પરંતુ રાજ્ય બહારથી પણ લોકો સારવાર લેવા માટે આવે છે. હાલ વડોદરામાં મચ્છર અને પાણી જન્ય રોગો માઝા મુકી છે. સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે. તેવા સમયે એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓની હાલત સારવારના અભાવે નહિ પરંતુ અન્ય કારણોસર મુશ્કેલીમાં મુકાઇ રહ્યો છે.
એસએસજી હોસ્પિટલમાં વિકાસના કામોનું તાજેતરમાં જ સુપ્રીટેન્ડન્ટના હસ્તે ખાત મુહુર્ત કરવામમાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિજનોની સ્થિતી કઇ હદે ખરાબ છે તેનો અંદાજો તમે આ ઉદાહરણ પરથી લગાવી થકશો. ગતરોજ એસએસજી હોસ્પિટલમાં માનવ સ્ટ્રેચરના ઉપયોગથી દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોવાના દ્રશ્યો સર્જાયા હતા. આ દ્રશ્યો નિહાળતા લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો.
કિસ્સો – 1 : સ્ટ્રેચર વગર દર્દીને એક ડિપાર્ટમેન્ટથી અન્યત્રે લઇ જવા માટે બાઇકનો ઉપયોગ કરવો પડ્યો
ગત રોજ દર્દી એક દર્દીને ટીંગાટોળી કરીને માનવ સ્ટ્રેચરના સહારે એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાંથી વૃદ્ધની ટીંગાટોળી કરીને તેમને બહાર લાવવામાં આવ્યા હતા. જે બાદ તેમને બાઇક બેસાડીને ઓર્થોપેડીક ડિપાર્ટમેન્ટ સુધી લઇ જવામાં આવ્યા હતા. વૃદ્ધના પરિજ જીનેન્દ્ર ભાઇ ચૌહાણે વાત કરતા જણાવ્યું કે, સારવાર અર્થે મારા પરિજનને એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ અહિંયા સ્ટ્રેચરના અભાવને તેમને ટીંગાટોળી કરી બહાર લાવી બાઇક પર અન્યત્રે લઇ ગયા હતા.
કિસ્સો – 2 : સ્ટ્રેચરના અભાવે દર્દીને ચઢાવેલો બોટલ હાથમાં લઇને અન્યત્રે લઇ જવાયા
બે દિવસ પહેલા એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ નજીક પગમાં પાટા સાથે એક દર્દી અને તેના સગા જઇ રહ્યા હતા. મહત્વનું એ છે કે સગાના હાથમાં બોટલ હતો, જે દર્દીને ચઢી રહ્યો હતો. સ્ટ્રેચરના અભાવના કારણે દર્દીના સગા હાથમાં બોટલ લઇને અન્યત્રે જવા માટે મજબુર બન્યા હતા. દર્દીના સગા ભોગીલાલ વણકરે વાત કરતા જણાવ્યું કે, મારા ભાઇને પગમાં કંઇક કરડવાને કારણે પગે ફોલ્લા પડી ગયા હતા. અને તેમાં પાકી ગયું હતું. જેથી તેમને સારવાર માટે અહિંયા લાવવામાં આવ્યા હતા. સોનોગ્રાફી કરાવવાની હોવાને કારણે અમે રાહ જોઇ પણ સ્ટ્રેચર ન મળ્યું એટલે ચાલતા જ નિકળી ગયા હતા.