• સયાજીગંજ પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડા પર વહેલી સવારે દરોડા
  • ફતેગંજ વિસ્તારમાં દારૂની 70 જેટલી પેટીઓ મળી આવ્યા બાદ સેવાસી સ્થિત ગોડાઉન ઉપર પણ દારોડો પાડ્યો
  • સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અંદાજીત 200 પેટીઓ વિદેશ દારૂનો જથ્થો ઝડપી પાડી બે શખ્સોની અટકાયત કરી
  • દારૂનો જથ્થો રીઝવાન નામના બુટલેગરનો હોવાનું જાણવા મળી રહ્યું છે

WatchGujarat. ગુજરાતમાં દારૂ વેચાઇ છે તે ગૃહ વિભાગથી લઇને રાજ્યનો સામાન્ય નાગરિક પણ જાણે છે. દારૂબંધીનો રાજ્યમાં કડક અમલ થાય છે માત્ર કાગળ ઉપર પરંતુ વાસ્તવિકતા કંઇક જુદી જ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજે રોજ લાખો રૂપિયાનો દારૂ પોલીસ પકડી રહી છે. છતાંય રાજ્ય બહારથી દારૂ ઘૂસાડવાનો સિલસિલો હજીએ યથાવત છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાત ટાણે જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે જ સેવાસી સ્થિત બુટલેગરના ગોડાઉન ઉપર પણ દરોડો પાડી લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે શહેરની મુલાકાતે આવી રહ્યાં છે તે સમયે જ સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ફતેગંજ સ્થિત દારૂના અડ્ડા ઉપર દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે અંદાજીત 70 જેટલી વિદેશ દારૂની પેટીઓ મળી આવી હતી. તેમજ સ્ળથ પરથી બે શખ્સોની અટકાયત કરી પુછતાછ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવાસી સ્થિત ફાર્મમાં દારૂનો વિપુલ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાનુ પુછતાછમાં બહાર આવ્યું હતુ.

જેથી વહેલી સવારે સયાજીગંજ પોલીસની ઉંઘ હરામ કર્યા બાદ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ સેવાસી ખાતેના ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં અંદાજીત 150 ઉપરાંત દારૂની પેટીઓ મળી આવી હોવાનુ જાણવા મળી રહ્યું છે. આમ સયાજીગંજ પોલીસની રહેમ નજર હેઠળ લાંબા સમયથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડો પાડી વડોદરા પોલીસને ઉઘાળી પાડી દીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud