• ડો.સોનિયા દલાલે આપેલી ફરિયાદના સાડા ત્રણ મહિના થઇ ગયા હોવા છતાં તપાસમાં કોઇ પ્રગતિ નથી
  • પોલીસ અને કોર્પોરેશન એક-બીજા પર જવાબદારી ઢોળતા ભોગ બનનાર દર્દીઓમાં ભારે રોષ
  • ભોગ બનેલા વધુ 16 વ્યક્તિઓએ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ નોંધાવી છે

WatchGujarat. કોરોના દરમિયાન સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટનો ભોગ બનેલા વધુ 16 વ્યક્તિઓએ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ નોંધાવી છે.સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટના સામે બાયો ચડાવના ડો.સોનિયા દલાલે લડત ચાલુ કર્યા પછી હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવનારા લોકોની સંખ્યા વધીને 56 થઇ છે.પરંતુ હવે આ મામલે પોલીસે હાથ ઉંચા કરીને કોર્પોરેશનને તપાસ કરવા  તમામ ડોક્યુમેન્ટસ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં મોકલી આપ્યા છે. પોલીસ અને કોર્પોરેશન વચ્ચે ભોગબનનાર દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્ટર્લિંગ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે ડો.સોનિયા દલાલ દ્વારા શરૂ કરવામાં આવેલી આ લડતમાં ધીમે-ધીમે દર્દીઓની સંખ્યા વધતી જાય છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, હવે તપાસ કરવા માટે પોલીસ અને કોર્પોરેશન એક-બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે.આ મામલે વધુ 16 વ્યક્તિઓએ મેડિકલ બીલ સહિતના પુરાવાઓ રજૂ કર્યા હોવા છતાં પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી અને તમામ જવાબદારી  મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે નાંખી દીધી છે. સીપી રીડર પી.આઇ.એ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને અરજદાર એવા દર્દીઓની ફરિયાદો તમારા વિભાગને લગતી હોવાથી અરજી સહિતના તમામ ડોક્યુમેન્ટસ મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં મોકલી આપ્યા છે. કરોડો રૂપિયાની છેતરપિંડી થતા પોલીસ અને કોર્પોરેશન એક-બીજા પર જવાબદારી ઢોળી દેતા ભોગ બનનાર દર્દીઓ રોષે ભરાયા છે.

ભોગ બનનારાઓની યાદી નીચે મુજબ છે.

1.અનસોયાબેન ગાંધી

2.હિનલ પટેલ

3.જૈમિન પટેલ

4.કરિશ્મા પટેલ

5.પુરુસોત્તમ પટેલ

6.તુલસીબેન

7.રેખાબેન

8.નારાયણ દત્તવાણી

9.જયાબેન દત્તવાણી

10.અનિશ દેસાઇ

11.લાભુભાઇ બધીવાલા

12.અરૂણ પંડિત

13.જીજ્ઞેશ શાહ

14.સમીર પટેલ

15.ઘનશ્યામ પટેલ

16.સ્વ.વીનુભાઇ પટેલ વતી તેમના કુંટુબીજને ફરિયાદ આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે પલ્મોનોલોજીસ્ટ ડો.સોનિયા દલાલે કોરોના મહામારીના સમયે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં 2,865થી વધુ દર્દીઓની સારવાર કરી હતી. જે દર્દીઓ પાસેથી હોસ્પિટલ મેનેજમેન્ટ સંચાલકોએ ડો.સોનિયા દલાલે આપેલી ફરિયાદના સાડા ત્રણ મહિના થઇ ગયા હોવા છતાં તપાસમાં કોઇ પ્રગતિ નથી.તેમના પછી બીજા 56 દર્દીઓએ સીપી ઓફીસમાં તેમની સાથે થયેલી છેતરપીંડી અંગેની ફરિયાદો આપી હતી.પરંતુ પોલીસે આ ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાન્સફર કરી છે.હવે સૌથી મોટો સવાલ એ છે હોસ્પિટલ સામે તપાસ કોણ અને ક્યારે કરશે ? શું ભોગ બનેલા દર્દીઓને ન્યાય મળશે ?

Facebook Comments Box

Videos

Our Partners