• ગોરવા વિસ્તારમાં રખડતી ગાયે વૃદ્ધને ભેટી મારી ફંગોળ્યા
  • વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઈ જવાયા
  • ગોરવા પોલીસે અજાણ્યા ઢોર માલિક વિરૂદ્ધ ગુનો નોંધ્યો

WatchGujarat. વડોદરા શહેરમાં છેલ્લા બે મહિનાથી રખડતા ઢોરો પકડવાની કામગીરી ચાલી રહી છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં કેટલાક ઢોરો બીન્દાસથી ફરતા જોવા મળે છે. ભાજપ પ્રદેશ પ્રમુખની ટીકા બાદ વડોદરા મહાનગરપાલીકાએ મોટા ઉપાડે ઢોરોને પકડવાનું અભીયાન શરૂ તો કર્યું ઉપરાંત ઢોર માલીકોને પાસા હેઠળ સજાની કાર્યવાહી પણ હાથ ધરી પરંતુ આજે પણ ઢોરો બીન્દાસથી શહેરના મુખ્ય માર્ગો પર ફરતા જોવા મળે છે.

આ ઢોરોના કારણે શહેરીવાસીઓના જીવ તાળવે ચોટેલા રહેતા હોય છે. કેટલીક જગ્યાઓએ રખડતા ઢોરોના કારણે અકસ્માત થતા હોય છે. જેમાં કેટલાકને ઈજાઓ પહોંચતી હોય છે. તો ક્યારેક કેટલાકને જીવ ખોવાનો પણ વારો આવતો હોય છે. રસ્તે ચાલતા જતા લોકો પર પણ આ રખડા ઢોરો હુમલો કરી દેતા હોય છે. આવો જ એક મામલો ગત રોજ ગોરવા પોલીસ સ્ટેશને નોંધાયો છે. જેમાં ઢોરે એક વૃદ્ધને ભેટી મારી ફંગોળી નાખ્યો હતો. જેમાં તે વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જોકે હાલ તે વૃદ્ધની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.

મળતી માહિતી અનુસાર, શહેરના ગોરવા વિસ્તારમાં રહેતા 70 વર્ષીય ઈન્દ્રસિંહ અભયસિંહ રાણા હાલ નિવૃત જીવન ગુજારે છે. ગત તા.29મીના રોજ રાતના દસ વાગ્યાની આસપાસ તેઓ તેમના ઘરની બહાર ઉભા હતા. આ દરમિયાન એક રખડતી ગાયે તેમને અચાનક આવી ભેટી મારી દિધી હતી. આ ઘટનામાં ઈન્દ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે આ બાદ તેમને તાત્કાલીક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમને ફેકચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં સદનસીબે તેમનો જીવ બચી ગયો હતો. જ્યારે આ મામલે ગરવો પોલીસે રખડી ગાયના અજાણ્યા માલિક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે.

Facebook Comments Box

Videos

Our Partners