• સ્વિમર્સે રાજ્યભરમાં શહેરનું નામ ચમકાવ્યું
  • સિનિયર કોચના માર્ગદર્શનમાં રમતવીરોનું જોરદાર પર્ફોર્મન્સ
  • 7 તરવૈયાઓ એ 22 મેડલ્સ જીત્યા તે પૈકી 5 છોકરીઓ છે

WatchGujarat. તાજેતરમાં સુરતમાં અડાજણના વીર સાવરકર તરણકુંડ ખાતે  યોજાયેલી SGFI અંડર – 19 રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા 2021 માં વડોદરાના તરણવીરો કુલ 22 જીતી લઇને શહેરને ગૌરવ અપાવ્યું છે.તરણ કૌશલ્યો નો પરિચય આપતાં આ તરણવીરો એ  6 – ગોલ્ડ, 5 – સિલ્વર, 11 – બ્રોન્ઝ  મેળવ્યા હતા.

પ્રેરક સિદ્ધિ મેળવનારા તરણવીરોને અભિનંદન આપતાં જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાળાએ જણાવ્યું કે, આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના તમામ જિલ્લામાંથી તરવૈયાઓએ ભાગ લીધો હતો. વડોદરાના  તમામ તરવૈયાઓને એસએજીના કોચ વિવેક સિંઘ બોરલિયા, ક્રિષ્ના પંડ્યા અને ટ્રેનર બિપિન કુમાર અને સુબોધ કુમારના પ્રશિક્ષણ અને માર્ગદર્શન હેઠળ આ સફળતા મેળવી છે.

આ સફળતા માટે એસએજીના સિનિયર કોચ જયેશ ભાલાવાલા ખેલાડીઓ અને કોચને અભિનંદન આપ્યા છે. વિજેતાઓ પૈકી સૌમ્યા તિવારીએ 3 શ્રેણીમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જ્યારે ઊર્જા પંડ્યા, હેત્વી તલાજીયા અને જીત ત્રિવેદીએ ત્રણ ત્રણ રજત/ રોપ્ય ચંદ્રકો જીતીને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે 7 તરવૈયાઓ એ 22 મેડલ્સ જીત્યા તે પૈકી 5 છોકરીઓ છે. અન્ય મેડલ વિજેતાઓમાં કોમલ,રિતિકા,શ્રેયા, રોહન અને પ્રાર્થનાનો સમાવેશ થાય છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud