TATA ગ્રુપની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે ઓનલાઈન પ્રશ્નોના જવાબ આપી કાર જીતવાનો દાવો કરવામાં આવ્યો છે
રિવ્યૂને તમે કોઈ પણ સમયે જોશો તો તે થોડી મિનિટો પહેલાં જ પોસ્ટ થયું હોવાનું દેખાશે
વાયરલ લિંકના URL એડ્રેસ એક જ વર્ષમાં પાંચ વખત બદલવામાં આવ્યા છે. આ વેબસાઈટ બનાવનારે તેની તમામ વિગતો હાઈડ રાખી છે - મયુર ભુસાવળકર
જે લોકોએ આ પ્રકારની લિંક ઓપન કરી છે તેમના ફોન ધીમા ચાલવા લાગે છે. સાથે તે હેંગ પણ થાય છે
WatchGujarat. દેશભરમાં એક તરફ સરકારી કંપની એર ઈન્ડિયાને TATA ગ્રુપ દ્વારા ખરીદવામાં આવી શકે છે તેવી ચર્ચાઓ વચ્ચે TATA ગ્રુપના નામે એક ફીશીંગ લિંક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં TATA ગ્રુપની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે ઓનલાઈન પ્રશ્નોના જવાબ આપી કાર જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ લિંક વાસ્તવિક ન હોવાનું સામે આવ્યું છે. જો તમારા સોશિયલ મીડિયા પર આ પ્રકારની કોઈ લિંક આવે તો ચેતી જજો કારણે કે આ લિંક તમને ફાયદાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે. પ્રાથમિક દ્રષ્ટીએ આ લિંક દ્વારા લોકોની નામ, મોબાઈલ નંબર, ડિવાઇસ ઇન્ફોર્મેશન સહિતની અંગત વિગતો ભેગી કરવાનું અને તમારા ફોનને હેક કરવાનું આ કાવતરૂ જોવા મળી રહ્યું છે. આ લિંકનું 360 ડિગ્રી એનાલીસીસ કરનાર સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે જણાવ્યું હતું કે, આ લિંક અમેરીકાથી રજીસ્ટર્ડ છે. તેના દ્વારા લોકોને શિકાર બનાવવામાં આવે છે. આ પ્રકારની લિંકથી સાવધાન રહેવાની જરૂર છે.
સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકરે લિંકનું 360 ડિગ્રી એનાલીસીસ કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. મયુર ભુસાવળકરે લિંક અંગે જણાવ્યું કે, આ લિંક અમેરીકાથી રજીસ્ટર્ડ છે. આ એક ફિશીંગ લિંક છે. આ લિંક બનાવનારાઓ ભેજાબાજો વેબસાઇટ ખોલો ત્યારે અલગ એડ્રેસ દેખાય અને સ્ક્રિન પર જે વેબસાઇટ ઓપન થાય છે તે અલગ છે. આ વાયરલ લિંકના URL એડ્રેસ એક જ વર્ષમાં પાંચ વખત બદલવામાં આવ્યા છે. આ વેબસાઈટ બનાવનારે તેની તમામ વિગતો હાઈડ રાખી છે. આવી રીતે તેઓ ગુગલને પણ ઠગી રહ્યા છે. આ પ્રકારની લિંક તમારો ફાયદો નહિ પરંતુ નુકશાન પહોંચાડવા માટે પુરતી છે. આવી લિંકોથી સાવચેત રહેવું. તેના દ્વારા સાયબર ગઠીયાઓ તમારો ફોન હેક કરી શકે છે. તહેવારો નજીક આવતા સાયબર માફિયાઓ દ્વારા આ પ્રકારની લિંક વાયરલ કરવામાં આવી છે. આ લિંકની મદદથી સાયબર માફિયાઓ તમારું આઈપી એડ્રેસ, તમારી લોકેશન અને મોબાઈલનો લોગ ડેટા સહિતની તમામ માહિતી મેળવી લેતા હોય છે.
શું છે આ લિંકમાં
આ વાયરલ લિંકમાં દાવો કરવામાં આવ્યો છે કે, લિંકમાં આપેલા પ્રશ્નોના જવાબ આપીને તમે ટાટા કંપનીની કાર જીતી શકો છે. ઉપરાંત તેમાં TATA ગ્રુપના 150 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આ ઓફર આપવામાં આવી છે તેવો દાવો કરાયો છે. તેમાં 4 પ્રશ્નો આપવામાં આવે છે. જેમાં તમારી ઉંમર, જાતી જેવી વિગતો માંગવામાં આવે છે. આ પ્રશ્નોનો જવાબ આપનાર વ્યક્તિને ગિફ્ટ બોક્સ ઓપન કરવાનો મોકો મળે છે. જેમાં તમે ગમે તે બોક્સ ઓપન કરશો તો તમને સરળતાથી કાર જીત્યા છો તેવું સ્કિન પર જોવા મળશે. ઈનામમાં કાર જીત્યા બાદ તમે સ્ક્રીન પર કેટલીક શર્તો જોવા મળશે. જેમાં કહેવામાં આવ્યું છે કે તમારે આ લિંકને સોશિયલ મીડિયા પર 5થી વધુ ગ્રુપ અને 20થી વધુ વ્યક્તિને ફોર્વર્ડ કરવાની છે જે બાદ જ તમે તમારુ ઈનામ મેળવી શકશો. જો તમે આ લિંક ફોર્વર્ડ કરો છો તે બાદ તમારી પાસે તમારા એડ્રેસ સહિતની વિગતો પણ માંગવામાં આવે છે.
ખોટા રિવ્યુ દ્વારા લોકોને વિશ્વાસમાં લેવાનું સાયબર માફિયાઓનું કાવતરૂ
મહત્વનું છે કે લોકોને વિશ્વાસમાં લેવા માટે આ લિંકમાં કેટલાંક ખોટા રિવ્યૂ પણ આપવામાં આવ્યા છે. જેમાં લોકોએ પોતાને કાર ઈનામમાં મળી હોવાનું જણાવ્યું છે. પરંતુ આ રિવ્યૂને તમે કોઈ પણ સમયે જોશો તો તે થોડી મિનિટો પહેલાં જ પોસ્ટ થયું હોવાનું દેખાશે. જેથી લોકોને લાગે છે કે આ લિંક દ્વારા લોકો સાચે ઈનામ મેળવી રહ્યાં છે. પરંતુ સાયબર માફિયા દ્વારા લોકોને પોતાના શંકજામાં લેવા માટેના આ તમામ કાવતરા કરવામાં આવતા હોય છે. આ અગાઉ મારૂતિ સુઝુકિ કંપનીના નામે વાયરલ થયેલી લિંકમાં પણ આ જ ફોરમેટ હતું. પરંતુ આ લિંકમાં ભારતીય લોકો દ્વારા રિવ્યુ આપ્યા છે તેવું જોવા મળશે. જ્યારે અગાઉની લિંકમાં વિદેશી લોકો દ્વારા રિવ્યુ આપેલા જોવા મળશે. આ વખતે ભારતીયોને ટાર્ગેટ કરીને જ આ લિંક વાયરલ કરવામાં આવી છે. આગામી સમયમાં આવનાર તહેવારોને ધ્યાનમાં રાખીને આ કાવતરૂ ઘડવામાં આવ્યું છે.
જે લોકોએ આ પ્રકારની લિંક ઓપન કરી છે તેમના ફોન ધીમા ચાલવા લાગે છે. સાથે તે હેંગ પણ થાય છે. કેટલાંક લોકો લાલચમાં આવીને આ પ્રકારની લિંક પોતાના મિત્રો અને પરિજનોને ફોર્વર્ડ કરી રહ્યાં છે. જો તમારા પાસે પણ આ પ્રકારની લિંક આવે તો તે ફોર્વર્ડ ન કરવી. આવા પ્રયાસો સાયબર ગઠિયાઓ દ્વારા અવારનવાર કરવામાં આવતાં હોય છે. આ અગાઉ પણ જાણીતી રીટેઈલ કંપની ડિમાર્ટ અને મારૂતિ સુઝુકીના નામે લિંક્સ વાયરલ થઈ હતી. જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તે ફ્રોડ હોવાનું સામે આવ્યું હતું. જ્યાં સુધી સત્તાવાર સંસ્થા દ્વારા કોઈ જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી આ પ્રકારની લિંકનો વિશ્વાસ ન કરવો જોઈએ. જો આ લિંક પર તમે ક્લિક કર્યું હોય તો તમારા ફોન અથવા કોમ્પ્યુટરમાં રહેલા તમામ આઈ-ડીના પાસવર્ડ બદલી નાખવા જોઈએ.
- TATA ગ્રુપની 150મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે ઓનલાઈન પ્રશ્નોના જવાબ આપી કાર જીતવાનો દાવો કરવામાં આવ્યો છે
- રિવ્યૂને તમે કોઈ પણ સમયે જોશો તો તે થોડી મિનિટો પહેલાં જ પોસ્ટ થયું હોવાનું દેખાશે
- વાયરલ લિંકના URL એડ્રેસ એક જ વર્ષમાં પાંચ વખત બદલવામાં આવ્યા છે. આ વેબસાઈટ બનાવનારે તેની તમામ વિગતો હાઈડ રાખી છે - મયુર ભુસાવળકર
- જે લોકોએ આ પ્રકારની લિંક ઓપન કરી છે તેમના ફોન ધીમા ચાલવા લાગે છે. સાથે તે હેંગ પણ થાય છે