વડોદરાની લક્ઝુરીયસ હોટેલ આયોજિત એન્ટ્રપ્રેન્યોર સમીટમાં ચુનિંદા બિઝનેસમેનને જ આમંત્રણ પાઠવામાં આવ્યું
તેજસ્વી સુર્યા સમક્ષ ચાઇનાનું માર્કેટ, તેની સ્પર્ધાત્મકતા અને તેમના તરફથી મળતા ફાયદાઓ અંગેનો મુદ્દો રજુ કર્યો – તેજ પટેલ, બિઝનેસમેન
વડોદરામાં આયોજિત કાર્યક્રમો પતાવીને તેઓ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયા
WatchGujarat. છેલ્લા 2 દિવસથી ભાજપાના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. આજરોજ તેમની અધ્યક્ષતામાં વડોદરામાં આવેલી લક્ઝુરીયસ હોટેલમાં એન્ટ્રપ્રેન્યોર સમીટનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચુનિંદા બિઝનેસમેનને જ આમંત્રણ પાઠવામાં આવ્યું હતું. આ સમીટમાં બિઝનેસમેનને તેજસ્વી સુર્યા સાથે સંવાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં રોચક સવાલો પુછ્યા હતા.
તેજસ્વી સુર્યાની અધ્યક્ષતામાં મળેલી એન્ટ્રપ્રેન્યોર સમીટમાં હાજર બિઝનેસમેન તેજ પટેલે તેમના અનુભવ વિશે WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજરોજ યોજાયેલા કાર્યક્રમમાં ચુનિંદા બિઝનેસમેનને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમના પ્રાસંગિક સંબોધન બાદ અમારી સાથે સંવાદ યોજાયો હતો. અમારી કંપની એલઈડી લાઇટ્સના બિઝનેસ સાથે સંકળાયેલી હોવાને કારણે મેં તેમની સમક્ષ ચાઇનાનું માર્કેટ, તેની સ્પર્ધાત્મકતા અને તેમના તરફથી મળતા ફાયદાઓ અંગેનો મુદ્દો રજુ કર્યો હતો. તથા ભારતીય કંપનીઓ વૈશ્વિક કક્ષાએ સારૂ પરફોર્મ કરી શકે તે અંગેના મંતવ્યો રજુ કર્યા હતા.
તેજ પટેલે ઉમેર્યું હતું કે, મારી વાત શાંતિ પુર્વક સાંભળીને તેજસ્વી સુર્યાએ મને જણાવ્યું કે, સરકાર દ્વારા હાલ આ મામલે નક્કર નિર્ણયો લેવા માટે સઘન વિચારણા હાથ ધરવામાં આવી રહી છે. તેમણે મારા મંતવ્યોને યોગ્ય જગ્યા સુધી પહોંચાડવા અને યોગ્ય પોલીસી લેવલના નિર્ણયો લેવાની બાંહેધારી આપી હતી.
વધુમાં તેજ પટેલે ઉમેર્યું કે, મારા સિવાય ફાર્મા, રિયલ એસ્ટેટ સહિતના અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમેન સમીટમાં હાજર હતા. તમામે પોતાના પ્રશ્નો અને મંતવ્યો તેજસ્વી સુર્યા સમક્ષ રજૂ કર્યા હતા. તેજસ્વી સુર્યાએ તમાને શાંતિ પુર્વક સાંભળીને તમામને પ્રતિઉત્તર આપ્યા હતા.
અત્રે ઉલ્લેખીય છે કે, આજરોજ તેજસ્વી સુર્યા વડોદરાની મુલાકાતે હતા. સવારે તેજસ્વી સુર્યાએ એન્ટ્રપ્રેન્યોર સમીટમાં હાજરી આપી હતી. ત્યાર બાદ તેઓ સયાજીનગર ગૃહ ખાતે આયોજીત વુમન્સ કોન્કલેવમાં હાજર રહ્યા હતા. અને ત્યાર બાદ તેઓ રક્તતુલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. વડોદરામાં આયોજિત કાર્યક્રમો પતાવીને તેઓ વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર એવા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગયા હતા.