• તસ્કરોએ મકાનમાંથી રોકડ રૂ. 1500 અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 1.37 લાખની ચોરી કરી નાસી ગયા
  • તસ્કરો બાથરૂમમાં આવેલ જારી તોડી ઘરમાં પ્રવેશી ચોરી કરી નાસી ગયા હતા
  • ગોરવા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

WatchGujarat. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સહયોગ સોસાયટીમાં રહેતા દંપતી મુંબઈ ખાતે ગયા અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ રૂ. 1500 અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 1.37 લાખની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે તેમણે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરો બાથરૂમમાં આવેલ જારી તોડી ઘરમાં પ્રવેશી ચોરી કરી નાસી ગયા હતા.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ સહયોગ સોસાયટીમાં રહેતા હેમંતભાઈ બાબુભાઇ રાણે ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે નોકરી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. હેમંતભાઈ ગત તા. 3 નવેમ્બર 2021ના રોજ પત્ની સાથે કામ આર્થ મુંબઈ ગયા હતા. મુંબઈ 6 દિવસ રોકાયાબાદ હેમંતભાઈ અને તેમના પત્ની બુધવારના રોજ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા.

વડોદરા આવ્યા બાદ મકાનમાં પ્રવેશ કરતા જ મકાનમાં  તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી તેમણે વધુ તપાસ કરતા બાથરૂમમાં આવેલ જારી તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલ રોકડ અને સોનાચાંદીના ઘરેણાંની ચોરી કરી નાસી ગયા હતા. જેથી તેઓ મુંબઈ ગયા હોય તેનો લાભ ઉઠાવી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડ રૂ.1500 અને સોનાના ઘરેણાં મળી કુલ રૂ, 1.37 લાખની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે તેમણે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud