દેવું થઇ જતા રચી નાખ્યું ચોરી કરવાનું ષડયંત્ર, જાણો પોલીસે રસપ્રદ રીતે કેવી રીતના તસ્કરોને ઝડપી પડ્યા
જીયો માર્ટના ગોડાઉન માંથી આશરે રોકડ રૂ. 4.94 લાખ રૂપિયા સહીત સીસીટીવી ના DVRની થઈ ચોરી
પોલીસે ગણતરીના કલાકોમાં સીસીટીવી ના આધારે ફક્ત હેર સ્ટાઇલ અને ચાલવાની સ્ટાઇલના આધારે ચોરોને ઝડપી પડ્યા
પકડાયેલ ચોરને ત્રણ મહિના પહેલા જ જ્યા ચોરી થઇ ત્યાંથી નોકરી પરથી કાઢી મુક્યો હતો.
પોલીસ પૂછપરછમાં દેવું થઇ જવાના કારણે ચોરી કરી હોવાનું કારણ બહાર આવ્યું
WatchGujarat. વડોદરા શહેરમાં ગુનાખોરીના કિસ્સા ચરમ સીમાએ પહોંચ્યા છે. જ્યાં પાછલા દિવસોમાં તસ્કરોનો રાફડો ફાટી નીકળ્યો છે.શહેરના અનેક વિસ્તારોમાં ચેન-સ્નેચીંગ, ચોરી , દુકાનોના શટર સાથે ચેડાં વગેરે જેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. દિન પ્રતિ દિન આવા કિસ્સાઓને જોઈને એવું લાગી રહ્યું છે કે, તસ્કરો પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે.તેવામાં વધુ એક ચોરીની ફરિયાદ શહેરના જવાહનગર પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં કોયલી રિફાઇનરી રોડ પાસે આવેલા જીયો માર્ટના ગોડાઉન માંથી આશરે રોકડ રૂ. 4.94 લાખ સહીત સીસીટીવી નું DVR ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સમગ્ર બનાવની જાણ જવાહનગર પોલીસને થતાજ તેમને તસ્કરોની શોધખોળ આદરી હતી. અને ગણતરીના કલાકોમાં જ બે તસ્કરોને રસપ્રદ રીતે ઝડપી પડ્યા હતા.
https://youtu.be/xHuFb-o5aw4
વડોદરા શહેરના કોયલી રિફાઇનરી રોડ પર અંબિકા પાર્ટી પ્લોટની સામે જીયો માર્ટનું ગોડાઉન આવેલું છે. જેમાં સોહીલ શેખ તથા દિલીપ વસાવા સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. તે સહીત ગોડાઉનના લોકની ચાવી બંને પાસે રહેતી હોય છે. ગત 18 ઓગસ્ટના રોજ સોહીલ રજા પર હતો. જેથી દિલીપ વહેલી સવારમાં સાડા છ વાગ્યાની આસપાસ ગોડાઉન ખોલવા પહોંચતા. તે ચોંકી ગયો હતો કારણકે તેને ગોડાઉનના શટર પર બે લોક માર્યા હતા. અને શટર પર એક જ લોક જોતા દિલીપ ચિંતિત થઇ ગયો હતો.દિલીપે તૈયારીમાં સોહીલને જાણ કરતા સોહિલે તેને ગોડાઉનમાં જઈ લોકરમાં રહેલા રોકડ રૂપિયા ચકાસવાનું કહેલું. જેથી દિલીપ અંદર જઈ લોકર ચકાસતા તે ચોંકી ગયો હતો કારણકે લોકરના દરવાજા ખુલ્લા હતા. તેને તૈયારીમાં આ વાતની જાણ સોહીલને કરી હતી.
સોહીલ વાતની ગંભીરતાને જોઈને તુરંત ગોડાઉન પર પહોંચી ગયો હતો. અને લોકરમાં મુકેલા આશરે 4,94,941 લાખ જોતા તે ચોરી થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સોહિલ ગોડાઉનમાં રહેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવા જતા સીસીટીવી નું DVR પણ જોવા મળ્યું નહોતું. આમ ગોડાઉનમાંથી રોકડ રૂપિયા સહીત DVR ચોરી થઇ ગયા હોવાનું જણાઈ આવતા. સોહીલ અને દિલીપ ભાગતા ભાગતા બાજુમાં આવેલા હિન્દુસ્તાન લીવર કંપનીના ગોડાઉનની આગળની સાઈડ લાગેલા સીસીટીવી ના ફૂટેજ જોવા પહોંચ્યા હતા. જેમાં તેમને વહેલી સવારના ચાર વાગ્યાની આસપાસ બે ઈસમો બાઈક પર આવતા નજરે ચઢીયા હતા. અને તેમાંથી એક ઈસમ જીયો માર્ટના ગોડાઉનની બહારના ભાગે ઉભો હતો અને બીજો ઈસમ અંદર જતા દેખાયો હતો. થોડા સમય બાદ તે બંને ઈસમો સાથે રહેલું બેગ લઈને ગોડાઉનથી રાફુચક્કર થઇ ગયા હતા. આ સમગ્ર મામલે સોહિલે જવાહનગર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.જે અંગે જવાહનગર પોલીસ સ્ટેશનના પી.આઈ સિદ્ધાર્થરાજ આનંદ સહીત તેમની ટીમે સાત કલાકમાં સીસીટીવીના આધારે રસપ્રદ રીત હર્શદ પઢીયાર (ઉ.24વર્ષ)રહે, પુષ્પક ટાઉનશીપ ઉંડેરા અને જયદીપ સોલંકી (ઉ.25વર્ષ)રહે કોયલી ગામ ખાતેથી ઝડપી પડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે પોલીસે નજીકના સીસીટીવી ચકાસતા તેમને તસ્કરો તો દેખાયા હતા. પરંતુ તેમને મોઢા પર માસ્ક પહેરેલા હોવાથી પોલીસને તસ્કરોનું મોઢું આઇડેન્ટીફાય થયું નહોતું. જેથી પોલીસે તસ્કરોની હેર સ્ટાઇલ અને તેમની ચાલવાની રીતના આધારે બંને તસ્કરોને તેમના ઘરેથી ઝડપી પડ્યા હતા.
સમગ્ર મામલે ઇન્ચાર્જ પી.આઈ સિદ્ધાર્થરાજ આનંદ એ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ચોરીની જાણ થતા તેમને અને તેમની ટિમએ તસ્કરોની શોધખોળ ચાલુ કરી દીધી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે, જે ચોર હતા એ આ વિસ્તારના જાણકાર હતા. ચોરોને બધી જાણ હતી કે કઈ જગ્યાએ શું છે.પરંતુ ચોરો જીયો માર્ટના ગોડાઉન ની બાજુમાં આવેલી હિન્દુસ્તાન લીવર કંપનીની બહાર લાગેલા સીસીટીવી જોવાનું ચુકી ગયા હતા. અને તે ફૂટેજમાં કેદ થઇ ગયા હતા.જેમાં ચોરોનું બાઈક દેખાતા હતું.પરંતુ તેનો નમ્બર નહોતો દેખાતો.સાથેજ ચોરોએ માસ્ક પહેરેલું હોવાથી તેમનું મોઢું પણ નહોતું દેખાતું.પરંતુ પોલીસે ચોરોની હેર સ્ટાઇલ અને ચાલવાની રીતેને ધ્યાનમાં રાખી હતી. અને તેના આધારે તપાસ શરૂ કરી દીધી હતી. જે તે પ્રકારની હેર સ્ટાઇલ કોણ રાખે છે અને કોણ એ પ્રકારે ચાલે છે.
જેથી પોલીસે છ થી સાત કલાકની અંદર કોયલી ગામમાંથી શંકાસ્પદ હેર સ્ટાઇલના આધારે હર્શદ પઢીયારને ઝડપી પડ્યો હતો. અને વધુ તેની તપાસ કરતા તેનું મોબાઇલ લોકેશન પણ ચોરી થઇ હોવાની જગ્યાએથી મળ્યું હતું. જેથી પોલીસે તેની ઘનિષ્ટ પૂછપરછ કરતા ચોરીમાં સંડોવાયેલો બીજો ઈસમ જયદીપ સોલંકીને પોલીસ પકડી લાવી હતી. આ સાથે જ ચોર એટલો શાતીર હતો કે ગોડાઉનના શટર પર બે લોક લગાવેલા હોય છે. તો ચોરે પહેલા તો બંને લોક ખોલી અને ચોરી કરી લીધી અને તે બાદ શટરને લોક પણ કરી દીધું. આ વાતમાં શટર પર બે લોક લગાવેલા હતા. પરંતુ એક લોક બરાબર રીતે ન લગતા ચોર એક જ લોક મારીને ત્યાંથી નાશી ચૂટયો હતો. અને આગળ બાઈક લઇ ઉભેલો બીજા ચોર સાથે બેસી રાફુ ચક્કર થઇ ગયો હતો.
વધુમાં પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, જયદીપને ત્રણ મહિના પહેલા જ જ્યા ચોરી કરી એ જગ્યાએ થી પૈસા નો હિસાબ ન આપવાના કારણે નોકરી માંથી કાઢી મુક્યો હતો. અને સાથે જ તેને દેવું થઇ જવાના કારણે જયદીપે ચોરી કરવાનું ષડયંત્ર રચી નાખ્યું હતું. પરંતુ છેવટે તે પોલીસ દ્વારા ઝડપાઇ ગયો હતો.