• વડોદરાના ઉદ્યોગપતિ જર્મનીની એક કંપની પાસેથી રો-મટિરિયરના ઈન્પોર્ટ કરતા હતા
  • ઈન્ટરનેશનલ સાયબર માફીયાઓએ જર્મનીની કંપનીના મેલઆડીમાં નજીવો ફેરોફાર કરી ખોટો રૂપિયા મંગાવાનો મેલ મોકલ્યો હતો
  • વડોદરાના ઉદ્યોગપતિએ રૂ.31 લાખ (35,673 Euro) પોર્ટુગલના બેંક ખાતામા ટ્રાન્સફર કરી દીધા હતા, અને બાદ તેમની સાથે ફ્રોડ થયો હોવાની જાણ થઈ હતી
  • વડોદરા સાયબર બ્રાન્ચમા અરજી કરવામાં આવી હતી, જે બાદ પોલીસને પુરા રૂ.31 લાખ પાછા મેળવવામાં સફલતા મળી હતી

WatchGujarat. ઈન્ટરનેશનલ સાયબર માફીયાઓએ જર્મનીની એક કંપનીના ઈ-મેલ ID માં નજીવો ફેરફાર કરી વડોદરાના ઉદ્યોગપતિને ખોટો મેલ મોક્લી રૂ.31 લાખનો ચુનો ચોપડી દીધો હતો. સમગ્ર મામલે વડોદરાના સાયબર પોલીસ સ્ટેશનમાં ઉદ્યોગપતિએ અરજી આપી હતી. જે અંગે વડોદરા સાયબરની ટીમે સ્ટોપ પેમેન્ટ તેમજ રીફંડ કરાવાની તજવીજ હાથ ધરી પોર્ટુગલના બેંક ખાતામાં ગયેલા ફ્રોડના રૂ.31 લાખ પાછા મેળવી લઈ મોટી સફળતા પ્રાપ્ત કરી હતી.

સમગ્ર મામલાની વિગત એવી છે કે, વડોદરના ઈલોરાપાર્ક નીલામરૂ ડુપ્લેક્ષ ખાતે રહેતા 71 વર્ષીય રમેશ નીલાધર શાહ “Synergy Traders” નામની કંપની ઈલોરાપાર્ક ખાતે રાખી બોરોસીલીકેટ ગ્લાસ ટ્યુબના રો-મટિરિયરના ટ્રેડીંગનો ધંધો કરે છે અને રો-મટિરિયર જર્મનીની SCHOOT  AG નામની કંપનીમાંથી ઈન્પોર્ટ કરે છે. અને પેમેન્ટ જર્મની ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. જર્મનીની SCHOOT  AG કંપની તેના ઈ-મેલ દ્વારા સંદેશાઓની આપ લે કરે છે.

ગત તા.7 ઓક્ટોબરના રોજ રમેશભાઈ ઉપર જર્મનીની SCHOOT  AG કંપનીના મેલ આઈડી જેવા જ મેલમાં નજીવો ફેરફાર કરી ઈ-મેલ કરી જણાવેલ કે, “ગ્લોબલ સ્ટ્રેટેજી બદલવાના કારણે SCHOOT કંપનીનુ જે રેગ્યલર જર્મનીનું બેંક ખાતુ છે. તે બેંક ખાતામાં રૂપિયા જમાં થશે નહી. અને બીજા પોર્ટુગલના બેંક એકાઉન્ટમાં જમા કરવાનુ જણાવેલ” આથી રમેશભાઈએ જે અગાઉ રૂ.31 લાખનો માલ(35,673 Euro) મંગાવ્યો હતો. જેનુ પેમેન્ટ કરવાનુ બાકી હતું તે પેમેન્ટ તેઓએ તા. 8 ઓક્ટોબરે પોર્ટુગલના બેંક ખાતામા ટ્રાન્સફર કરી દીધુ હતું. આ બાદ તા.14 ઓક્ટોબરે રમેશભાઈ ઉપર SCHOOT  કંપનીના મેલ આઈડી ઉપરથી ઈમેલ આવ્યો હતો કે તમારૂ પેમેન્ટ હજુ સુધી અમારા ખાતામાં જમા થયુ નથી.

રમેશભાઈએ SCHOOT કંપનીની એક બ્રાન્ચ મુંબઈ ખાતે આવેલી છે. ત્યાં જઈ નવા બેંક ખાતાની તપાસ કરતા કોઈ નવું ખાતુ બદલાયું નથી તેમ જાણવા મળ્યું હતું. જે બાદ રમેશભાઈને જાણવા મળ્ય હતું કે તેમની સાથે ફ્રોડ થયો છે. જેથી તેઓ તા.15 ઓક્ટોબરે વડોદરા સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી મળતા જ પોલીસ કામે લાગી ગઈ હતી. અને પોર્ટુગલની બેંક તેમજ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પોર્ટુગલને પત્ર લખી સ્ટોપ તેમજ રીફંડ પેમેન્ટ કરવાની તજવીજ કરી ફ્રોડમાં પોર્ટુગલના ખાતામાં ગયેલા રૂ.31 લાખ ગત તા. 18 ઓક્ટોબરના રોજ રમેશભાઈને પરત અપાવવા સફળતા મળી હતી. આ બાદ પોલીસે ફ્રોડ કરનાર શખ્સોને પકડવા આગળની ટેકનીકલ તપાસ ચાલુ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud