• મંગળવારના રોજ મુજાર ગામડી સ્થિત ખેતરમાં યુવતિનો હાથ કપાયેલી હાલતમાં લાશ મળી હતી.
  • ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી કલ્પેશને ઝડપી પાડ્યો
  • ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન ઝીણવટભરી તપાસ કરી, 300 કરતા વધુ પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી

WatchGujarat. શહેરના મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં ગત તા. 22 માર્ચના રોજ સાંજના સમયે મુજાર ગામડીની સીમમાંથી એક યુવતિની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં 19 વર્ષીય તૃષાની હત્યાનો ભેદ ઉકેલી હત્યારા કલ્પેશને દબોચી લીધો હતો. ત્યારબાદ તેના 3 દિવસના રિમાન્ડ મેળવી મહત્વના પુરાવા એકત્ર કરી આજે સાતમાં દિવસે ક્રાઇમ બ્રાન્ચ 300 કરતા વધુ પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરશે.

આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એ.સી.પી ડી.એસ ચૌહાણે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું કે, બનાવના દિવસે આરોપીને શોધવા અમે જુદી જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં અમને સફળતા મળતા તૃષા સોલંકીના હત્યારા કલ્પેશ ઠાકોરને દબોચી લીધો હતો. કલ્પેશની વધુ પુછતાછ કરવાની હોવાથી તેના 3 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતા. રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટાનુ રિકન્સ્ટ્રકશન તેમજ અતિ મહત્વના પુરાવા એક કરવામાં આવ્યાં હતા.

જેમાં સાઇન્ટીફીક એવિડન્સ, ફોરેન્સીક રિપોર્ટ, મેડિક્લ રિપોર્ટ, સીસીટીવી ફુટેજ, ડીવીઆર (ફોન કોલ ડીટેઇલ્સ), સૈંયોગીક પુરાવા એકત્ર કરાયા તથા 3 સાક્ષીઓના 164 હેઠળના નિવેદન સહિત 98 સહેદોના નિવેદન નોંધવામાં આવ્યાં છે. જે ચાર્જશીટમાં મહત્વના પુરાવા છે.

એ.સી.પી ડી.એસ ચૌહાણે વધુમાં જણાવ્યું કે, ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન સમગ્ર ઘટાનાનુ રિકન્સ્ટ્રકશન કરવાની સાથે અનેક મહત્વના પુરાવા એકત્ર કર્યા હતા. પ્રથમ તબક્કેથી જ આ ઘટના પ્રિ-પ્લાન હોય તેવુ લાગી રહ્યું હતુ. જેથી કલ્પેશના રિમાન્ડ દરમિયાન આ બાબતે પુછતાછ કરતા, તૃષાની હત્યાના એક દિવસ અગાઉ તેને સ્થળની (મુજાર ગામડીની સીમ) રેકી કરી હતી અને ત્યારબાદ બીજી દિવસે ઘટનાને અંજામ આપ્યો હતો.

એ.સી.પી ડી.એસ ચૌહાણે એમ પણ જણાવ્યું કે, 300 પાના કરતા વધુ પાનની ચાર્જશીટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે કોર્ટમાં દાખલ કરવામાં આવશે, રાજ્યમાં અનેક જગ્યાએ સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ છે, પરંતુ વડોદરાનો પ્રથમ કિસ્સો છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચ ઘટનાના સાતમાં દિવસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે.

Facebook Comments Box

Videos

Our Partners