• વારસિયા વિસ્તારમાં પટેલ પાર્ક પાછળ આવેલા શિવધારા ફ્લેટના ડી ટાવરમાં બની ઘટના
  • એક એપાર્ટમેન્ટની ત્રીજા અને ચોથા ફ્લોરની બાલ્કની ધડાકાભેર તૂટી પડી
  • નીચે પાર્ક થયેલા ચાર ટુ વ્હીલર અને ટેમ્પાને નુકસાન થયું
  • ફાયર બ્રિગેડની મદદથી પાંચથી છ લોકોને રેસ્ક્યુ કરાયા

WatchGujarat.વડોદરામાં એક એપાર્ટમેન્ટની ત્રીજા અને ચોથા ફ્લોરની બાલ્કની તૂટી પડતા ગભરાટ ફેલાયો છે. રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. ફાયર બ્રિગેડની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જો કે કોઇ જાનહાની ના સમાચાર નથી આથી તંત્ર અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

મળતી માહિતી મુજબ શહેરના વારસિયા વિસ્તારમાં આજે વહેલી સવારે એક એપાર્ટમેન્ટની ત્રીજા અને ચોથા ફ્લોરની બાલ્કની ધડાકાભેર તૂટી પડતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. પટેલ પાર્ક પાછળ આવેલા શિવધારા ફ્લેટના ડી ટાવરમાં આજે સવારે ત્રીજા અને ચોથા માળની બાલ્કની ધડાકાભેર તૂટી પડી હતી. સદનસીબે ત્યાંથી કોઈ પસાર થતું નહીં હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી.

બનાવને પગલે નીચે પાર્ક થયેલા ચાર ટુ વ્હીલર અને ટેમ્પાને નુકસાન થયું છે. જ્યારે પાંચથી છ લોકો ઉપર ફસાયા હતા. ફાયર બ્રિગેડની મદદ લેવાતા તમામ 6 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ક્યાં કારણો સર બાલ્કીની ધરાશાયી તેની સચોટ માહિતી જાણવા મળી નથી. પરંતુ સમયસર ફાયર બ્રિગેડની ટીમ પહોંચી જતા ફસાયેલા તમામ લોકોને સહીસલામત બહાર કઢાયા છે.

Facebook Comments Box

Videos

Our Partners