• મિલકતમાં ભાગના મુદ્દે પુત્ર સાવકી બહેન અને માતાને પરેશાન કરતો હતો
  • ઘરમાં ટોડ ફોડ કરી સાવકી બહેનને મેસેજ કરીને ધમકાવતો હતો
  • મોડી રાત્રે ઘરેથી ચોરી છુપી મોપેડ લઇ જઈને સળગાવી દીધી હતી
  • આ મામલે જેપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે  

WatchGujarat. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પિતાના અવસાન બાદ મિલ્કતમાં ભાગ લેવાના મુદ્દે પુત્ર સાવકી બહેન અને માતા પર ત્રાસ ગુજરાતો હતો. અને ગત તા.18 સપ્ટેબરના રોજ તેને સાવકી બહેનની મોપેડ જવલનશીલ પદાર્થ છાંટી સળગાવી દીધી હતી. આ મામલે જે.પી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારના તાઇફ નગરમાં રહેતા 64 વર્ષીય આરઝુબેન ગુલામકાદર વ્હોરાએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લગ્ન ગુલામકાદર વ્હોરા સાથે 1993ની સાલમાં થયા હતા. અને તેઓ તેના બીજા પત્ની હતા. ગુલામકાદરને પહેલી પત્ની સાથેના લગ્ન જીવન દરમિયાન બે સંતાનની પ્રાપ્તિ થઇ હતી. જેમાં એક પુત્રી તરન્નુમ અને એક પુત્ર અસ્ફાક હતો. આરઝૂબેનને પણ ગુલામકાદર સાથેના લગ્ન જીવન દરમિયાન એક પુત્રી સિમ્મીની પ્રાપ્તિ થઇ હતી. ગુલામકાદરની પહેલી પત્નીના સંતાન જે તે સમયે નાના હોવાના કારણે આરઝુબેન અને ગુલામકાદર સાથે જ રહેતા હતા.

થોડા વર્ષો બાદ તરન્નુમના લગ્ન થઇ ગયા હતા. અને સાલ 2015 માં પતિ ગુલામકાદરનું અવસાન થયું હતું. પતિના અવસાન બાદ સૌતેલો પુત્ર અસ્ફાક રાજકોટ ઉઘરાણી કરવા જવાનું કહી ઘરેથી નીકળી ગયો હતો. અને ચાર વર્ષ બાદ જાન્યુઆરી 2021માં કાકા સસરાના ઘરે આવ્યો હતો. આરઝુબેનને પુત્રી હોવાના કારણે અસ્ફાક જે રખડેલ હોય અને કોઈ કામ ધંધો ન કરતો હોવાથી સાથે રહેવા ન હતો દીધો. જો કે અસ્ફાકે તેને રહેવા માટે ભાગની માંગણી કરી હતી. જેથી આરઝુબેને તેને તેણી બહેનના નામે ઉપર પાદરા હાજી પાર્ક ખાતેનું મકાન હોવાથી ત્યાં અલગ રહેવા જવાનું જણાવ્યું હતું.

સાવકા પુત્રએ ઘરમાં તોડ ફોડ કરી દીકરીને પરેશાન કરતો હતો

ગત તા.22 જૂનના રોજ અસ્ફાક તાંદલજા વાળા ઘરે આવ્યો હતો. અને તેને અહીંયા જ રહેવાની માંગણી કરી ઝઘડો કર્યો હતો. એન સાથેજ ઘરમાં ટોડ ફોડ પણ કરી હતી.જોકે આ મામલે આરઝુબેને પોલીસ મથકે અરજી પણ આપી હતી. જોકે આ મામલે સગા સંબંધીના કહેવાથી સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ અસ્ફાક તેની સાવકી બહેન સિમ્મીને વૉટ્સએપ પર મેસેજ કરીને પરેશાન કરતો હતો. અને ગત તા.16 ઓગસ્ટના રોજ અસ્ફાકે હવે મજા આવે છે ને થોડો ટાઈમ રાહ જો મજા હવે આવશે તેવા મેસેજ કાર્ય હતા. જોકે આ બધું થયા બાદ સિમ્મીએ તેને બ્લોક કરી દીધો હતો.

જવલનશીલ પદાર્થ છાંટી મોપેડ સળગાવી દીધું હતું

સિમ્મી BHMSની ઇન્ટર્નશિપ કરતી હતી અને આવા જવા માટે એક્ટીવાનો ઉપયોગ કરતી હતી. સિમ્મીએ ગત તા.17 સપ્ટેમ્બરના રોજ તેનું મોપેડ ઘરની બહારજ પાર્ક કર્યું હતું. અને  તેના બીજા જ દિવસે સિમ્મીને હોસ્પિટલ જવાનુ હતું. ત્યારે તેને તેનું મોપેડ ન હતું જોવા મળ્યું. હોસ્પિટલ જવા માટે મોડું થતું હોવાથી સિમ્મી રીક્ષામાં જવા માટે સોસાયટીના નાકે પહોંચી હતી. જ્યા તેને રબાના હોટેલ પાસે તેની મોપેડ સળગેલી હાલતના જોવા મળી હતી. ત્યારે સિમ્મીએ ઘરે આવીને આરઝુબેનને મોપેડ વિશે જાણ કરી હતી. અને સાથે જ પોલીસને પણ જાણ કરી દીધી હતી. જોકે તે સમયે મોપેડનો વીમો ન હોવાના કારણે આરઝુબેને મોપેડ કેવી રીતના સળગી છે અને કોને સળગાવી છે તે જાણી ફરિયાદ કરવાનું વિચાર્યું હતું.

મોપેડ સાવકા પુત્રએ જ સળગાવ્યું હોવાનું બહાર આવ્યું હતું

મોપેડ સળગી હોવાના સ્થળની સામે અલ-મક્કા નામના એપાર્ટમેન્ટમાં સીસીટીવી લાગ્યા હોવાથી આરઝુબેને તેની ફૂટેજ ચકાસી હતી જેમાં તેમને જોવા મળ્યું હતું કે બનાવના દિવસે મોટર સાયકલ ઉપર રાત્રીના બે વાગ્યાની આસપાસ કોઈ ઈસમ ટોપી પહેરીને શમીમ પાર્ક તરફથી આવે છે. અને તાઈફ નગર પાસે તેની માત્ર સાયકલ પાર્ક કરી મોપેડ લઈને બહુ આવે છે. અને જવલનશીલ પદાર્થ છાંટી મોપેડને સળગાવી દે છે. આ ફૂટેજ ધ્યાનથી જોતા આરઝુબેનને  આ કામ અસ્ફાકે જ કર્યું હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે આરજુબેને જેપી પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud