વડોદરામાં બની વધુ એક દુષ્કર્મી ઘટના, સાવલીની સગીરા સાથે આચરવામાં આવ્યું હતું દુષ્કર્મ
મુળ UPનો અને હાલ મુંબઈ રહેતો વિધર્મી વડોદરા આવી સગીરાને કમાટીબાગમાં લઈ ગયો હતો
કમાટીબાગમાં સગીરાને ઝાડીઓમાં લઈ જઈ એકાંતનો લાભ ઉઠાવી વિધર્મીએ કર્યું હતું દુષ્કર્મ
સાવલી પોલીસે સમગ્ર બનાવ અંગે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુના નોંધ્યા હતા
ગત રોજ વડોદરા LCBની ટીમે દુષ્કર્મ આચરનાર ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો
WatchGujarat. વડોદરામાં ગુનખોરી દિવસેને દિવસે વધી રહી છે. અનેક કિસ્સાઓમાં વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું બન્યું છે. સમગ્ર રાજ્યામાં ચકચાર મચાવનાર વેક્સીન મેદાનના ગેંગરેપના આરોપી ઘટના બની હોવાના એક મહિના ઉપરાંત થઈ ગયું હોવા છતાં હજી સુધી પોલીસ પકડથી બહાર છે. ત્યારે સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. કમાટીબાગમાં મુંબઈથી આવેલા મુળ ઉત્તરપ્રદેશના વિધર્મીએ સાવલીની ધો.9ની વિદ્યાર્થીની સાથે બે દિવસ અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. વડોદરામાં બની આ ઘટના અંગે સાવલીમાં બે દિવસ અગાઉ દુષ્કર્મ અને પોક્સો ગુનો નોંધાયો હતો. આ મામલે વડોદરા LCBની ટીમે ગતરોજ ST બસમાં મુંબઈ જતા વિધર્મીને કરજણ ટોલનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો.
સાવલીમાં ધો.9માં અભ્યાસ કરતી વિદ્યાથી કોરોના લૉકદાઉનનાં સમયમાં હેલ્લો એપ થકી મુંબઈના તોહીદ ઉર્ફે કાસીફ સમીર શેખ (ઉ.22, મુળ UP, અને હાલ રહે, સાગીર સિટી, અંધેરી ઈસ્ટ) સાથે સંપર્કમાં આવી હતી. આ બાદ તોહીદ ઉર્ફે કાસીફ સ્કુલમાં અભ્યાસ કરતી 13 વર્ષીય વિદ્યાથીનીને નંબર આપ્યો હોવાની કેફીયત રજુ કરી હતી. તોહીદ પોતે લખનઉ અને તેના ભાઈની મુંબઈમાં કપડાની ફેક્ટરી હોવાની વાતો કરી વિદ્યાર્થીનીને વિશ્વાસમાં લીધી હતી.
દોઢ વર્ષ ઉપરાંતથી તોહીદ ઉર્ફે કાસીફ વિદ્યાર્થીનીના સંપર્કમાં હતો. આ બાદ તે મુંબઈથી વિદ્યાર્થીનીને મળવા મુંબઈથી ગત તા.2જીએ ટ્રેન મારફતે મોડી રાત્રે વડોદરા આવ્યો હતો. ત્યારબાદ તે બીજા દિવસે વડોદરાથી સાવલી ગયો હતો. જ્યાં સાવલીમાં તે ગીરધરનગર ચોકડી નજીક સવારે 10 વાગે વિદ્યાર્થીનીને મળ્યો હતો. આ બાદ તોહીદ ઉર્ફે કાસીફ સાવલીથી વિદ્યાર્થીનીને લઈ ઈકો મારફતે વડોદરા તરફ રવાના થયો હતો. જ્યાં બપોરે બે વાગ્યાની આસપાસ કમાટીબાગમાં આવ્યા હતા. અને કમાટીબાગમાં જઈ તેઓ બાકડા પર બેઠા હતા.
આ દરમિયાન તોહીદ ઉર્ફે કાસીફ પટાવી નજીકની ઝાડીઓમાં લઈ ગયો હતો. અને એકાંતનો લાભ લઈ તોહીદ ઉર્ફે કાસીફે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ બાદ દોઢ કલાક બાદ તોહીદ ઉર્ફે કાસીફ વિદ્યાર્થીનીને રિક્ષમાં બેસાડી સાવલી લઈ ગયો હતો. બીજી તરફ વિદ્યાર્થીની આખ્ખો દિવસ ઘરે ન મળતા તેના માતા-પિતા ચિંતાતુર થયા હતા. વિદ્યાર્થીનીની સોધખોળ કરી હતી અને જ્યારે વિદ્યાર્થીનીનો ફોન પણ બંધ આવતો હતો. સાંજે જઈ વિદ્યાર્થીની પોતાના ઘરે પહોંચતા તેના માતા-પિતાએ તેની પુછપરછ કરી હતી. અને તેમને જાણવા મળ્યું હતુ કે, તોહીદ ઉર્ફે કાસીફ તેનો મિત્ર છે અને તેને કમાટીબાગમાં તેણી સાથે દુષ્કર્મ કર્યું હોવાની હકિકત પરિવારને જણાવી હતી. આ ઉપરાંત તોહીદ ઉર્ફે કાસીફ તા.27 ઓક્ટોબરે પણ વિદ્યાર્થીનીને મળવા સાવલી ગયો હતો. જ્યાં સાવલી જાવલા જવાના રોડે બંને એક કલાક જેટલા સમય સુધી સાથે રહ્યા હતા.
આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીના મામાની ફરિયાદ લઈ સાવલી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુના નોંધી આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીની તપાસમાં વડોદરા LCB પણ જોડાઈ હતી અને તેમની ટીમે ગત રોજ વડોદરાથી ST બસમાં મુંબઈ તરફ જતા તોહીદ ઉર્ફે કાસીફને કરજણ ટોલનાકાથી ઝડપી પાડ્યો હતો.