• આજે પણ ઘણા લોકો ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં જ તેની ભૃણ હત્યા કરાવી નાખે છે
  • લોકોની આ માનસિકતાને બદવા માટે વડોદરાના એક સેવાભાવીનો અનોખો પ્રયાસ
  • છેલ્લા ત્રણ વર્ષથી ભૃણ હત્યામાં મૃત્યુ પામેલી બાળકીઓને મોક્ષ મળે તે માટે શ્રાદ્ધ કરે છે
  • સમાજમાં અભિષાપની જેમ વધતા જતા ભૃણ હત્યાના પાપને અટકાવવો તે અમારો ઉદ્દેશ- સેવાભાવી દિપકસિંહ વિરપુરા

WatchGujarat. આજના યુગમાં સમાજમાં ઘણું પરિવર્તન આવ્યું છે. લોકોએ નવી જીવનશૈલી સાથે નવા વિચારોને પણ અપનાવ્યા છે. પરંતુ સ્ત્રીઓ પ્રત્યેની ખરાબ માનસિકતા સમાજમાં ક્યાંકને ક્યાંક હજી પણ જોવા મળે છે. જેના કારણે આજે પણ ઘણા લોકો ગર્ભમાં બાળકી હોવાની જાણ થતાં જ તેની ભૃણ હત્યા કરાવી નાખે છે. સમાજના દૂષણને દૂર કરવા માટે સરકાર તેમજ અને સંસ્થાઓ, સમાજસેવકો અનેક પ્રયત્નો કરી રહ્યાં છે.

માના ગર્ભમાં જ થતી બાળકીઓની હત્યા અટકાવી શકાય તે હેતુ સાથે દિપકસિંહ દર વર્ષે ભૃણ હત્યામાં મૃત્યુ પામેલી બાળકીઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરે છે. શ્રાદ્ધપક્ષમાં લોકો પોતાના પુરવજો તેમજ મૃત્યુ પામેલા સગા-સંબંધીઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરતાં હોય છે. ત્યારે વડોદરાના ફાજલપુરના દિપક સિંહ વિરપુરા ભૃણ હત્યાના કારણે મૃત્યુ પામેલી બાળકીઓના મોક્ષ માટે શ્રાદ્ધ કરે છે. આજે મહિસાગર નદીના કિનારે દિપકસિંહ અને તેમના સાથી સુરેન્દ્રસિંહ મહીડાએ બ્રાહ્મણના હસ્તે વિધિ વિધાનથી શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે પણ ભૃણ હત્યાને નાબૂદ કરવા માટે જાતિ પરિક્ષણની પરવાનગી આપી નથી. જેથી કરીને ગર્ભમાં રહેલા બાળકની જાતિનું પરિક્ષણ ન કરી શકાય. અને ભૃણ હત્યાના કેસો ઘટે.

આ અંગે જણાવતા દિપકસિંહ વિરપુરાએ કહ્યું કે, ભુતકાળમાં લોકોની માનસિકતા અલગ હતી. જેના કારણે મા ના ગર્ભમાં જ બાળકોને મારી નાખવામાં આવતી હતી. આજે પણ આવા કેટલાંક કિસ્સાઓ જોવા મળે છે. ભૃણ હત્યાનું આ પાપ પૃથ્વિ પર અભિશાપ જેવું દિવસે દિવસે વધી રહ્યું છે. જેના દોષ નિવારણ માટે અમે આ શ્રાદ્ધ કરીએ છે. આ શ્રાદ્ધ કરવા પાછળનો ઉદ્દેશ છે કે લોકો નારીનું સન્માન કરે અને ગર્ભપાતમાં બાળકીઓની હત્યાને થતી અટકાવી શકાય. મૃત બાળકીઓના આત્માને શાંતિ મળે એજ અમારો ઉદ્દેશ છે.

છેલ્લા ત્રણ વર્ષથી શ્રાદ્ધ કરીને લોકોને સંદેશ આપે છે

આ પ્રકારનો આ પહેલો પ્રયાસ છે. જ્યાં ભૃણ હત્યામાં મરેલી બાળકીઓ માટે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે. જેનો હેતુ છે કે અન્ય બાળકીઓ માટે આ શ્રાદ્ધ કરવાનો વારો ન આવે. ભૃણ હત્યો જેવો અભિષાપ સમાજમાંથી દૂર થાય તે માટે દિપકસિંહ અને તેમના સાથી સુરેન્દ્રસિંગ મહીડા છેલ્લા 3 વર્ષથી આ સેવાભાવી કાર્ય કરી રહ્યાં છે. લોકોમાં રહેલી બાળકીઓ પ્રત્યેની માનસિકતા દૂર થાય અને તેમણે ગર્ભમાં મારવામાં ન આવે તે હેતુસર આ કાર્ય કરવામાં આવે છે. તેમના આ સરાહનિય પ્રયાસની લોકો પ્રશંસા કરી રહ્યા છે. ઈચ્છનીય છે કે આ પ્રકારના પ્રયાસોથી સમાજમાં ભૃણ હત્યાનું પાપ થતું અટકી જાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud