• વડોદરામાં ગત મહિને ગેંગ રેપની ઘટના ઘટી, ઘટનાનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત ક્વિનમાં જીવન ટુંકાવી દેતા શરૂ થયેલી તપાસમાં સમગ્ર વિગત સામે આવી
  • આ મામલે રેલવે પોલીસ, વડોદરા પોલીસ, એફ.એસ.એલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ તપાસમાં જોડાઇ છે
  • આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા ઓફિસરની ટીમ તપાસ અર્થે વડોદરા આવી પહોંચી હતી
  • ગતરોજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગ પણ મોડી રાત્રે વેક્સીનની મુલાકાતે પહોંચ્યા હતા
  • રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવે તે પહેલા ચકચારી દુષ્કર્મ મામલે આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ

WatchGujarat.  વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડમાં રેપ કેસ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો કામે લાગી છે. આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા ઓફિસરની ટીમો તપાસમાં જોડાઇ હતી. સુત્રના જણાવ્યા પ્રમાણે, પોલીસે સીસીટીવી સહિતના પુરાવાની તપાસ બાદ 2 શકમંદોની અટકાયત કરી છે. અને તેમની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. જો કે, આ અંગે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

વડોદરામાં ગત મહિને ગેંગ રેપની ઘટના ઘટી હતી. ઘટનાનો ભોગ બનેલી પીડિતાએ ગુજરાત ક્વિનમાં જીવન ટુંકાવી દેતા શરૂ થયેલી તપાસમાં સમગ્ર વિગત સામે આવી હતી. ગતરોજ રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેક્સીન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. અને તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે 400 થી વધુ સીસીટીવી ફૂટેજીસની ચકાસણી કરી લેવામાં આવી છે. અને પોલીસની 25 જેટલી ટીમો મામલે કામ કરી રહી છે.

આવતી કાલે રાજ્યના નવા નિમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત વડોદરાની મુલાકાતે આવશે. તે પહેલા ચકચારી દુષ્કર્મ મામલે આરોપીઓને પકડી પાડવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અગાઉ વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં નાસતા ભાગતા ફરતા આરોપી અશોક જૈન અને સમગ્ર મામલે શંકાસ્પદ ભુમિકા ભજવાનારા બુટલેગર અલ્પુ સિંધીને હોમ મીનીસ્ટર હર્ષ સંઘવીની મુલાકાત પહેલા પકડી પાડવામાં આવ્યા હતા. જેને લઇને આવનારા 24 કલાકમાં વેક્સીન ગ્રાઉન્ડમાં થયેલા દુષ્કર્મ મામલે શું કાર્યવાહી થઇ રહી છે તેના પર સૌ કોઇની નજર છે.

આ મામલે રેલવે પોલીસ, વડોદરા પોલીસ, એફ.એસ.એલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ડોગ સ્કવોર્ડ તપાસમાં જોડાઇ છે. આજરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા ઓફિસરની ટીમ તપાસ અર્થે વડોદરા આવી પહોંચી હતી. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા જે એન.જી.ઓ.માં કામ કરતી હતી ત્યાં કામ કરતા અન્ય લોકોની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. સુત્રના જણાવ્યા પ્રમાણે, પોલીસે તમામ પુરાવાઓની તપાસ બાદ 2 શકમંદોની અટકાયત કરી છે. અને હાલ તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. સુત્રએ ઉમેર્યું હતું કે, ગતરોજ વડોદરાના પોલીસ કમિશ્નર ડો. સમશેરસિંગ પણ મોડી રાત્રે વેક્સીનની મુલાકાતે પહોંચ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓની ચહલ પહલ વધવાથી કેસ ટુંક જ સમયમાં ઉકેલાઇ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. વડોદરામાં અગાઉ પણ અનેક દુષ્કર્મ તથા અન્ય જટીલ કેસો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યા છે. વડોદરાનો વધુ એક કેસ ઉકેલવાનો શ્રેય અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને શિરે જશે તે નક્કી છે.

Facebook Comments Box

Videos

Our Partners