• વડોદરાના એન.જી.ઓ.માં ફેલોશિપ કરતી યુવતિને 29 ઓક્ટોબરના રોજ શહેરના જુના પાદરા રોડ પર આવેલા જગદીશ ફરસાણની ગલીમાંથી ખેંચી લઇ જઇ વેક્સીન ગ્રાઉન્ડમાં તેના પર દુષ્કર્મ આચર્યું
  • 4 તારીખે સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાંથી યુવતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો
  • પોલીસને યુવતિએ લખેલી ડાયરી મળી આવી, જેમાં તેણે તેની સાથે ઘટેલી ઘટના વર્ણવી
  • તપાસનું પગેરૂ શોધતા આજરોજ પોલીસની વિવિધ 5 બ્રાન્ચના જાંબાઝ જવાનો તપાસમાં જોડાયા, વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડ પર પુરાવા એકત્ર કરવાના શરૂ
  • તપાસમાં મોબાઇલ સીડીઆર એનાલિસીસ, ટેકનીકલ સર્વેલન્સ સહિતના તમામ વૈજ્ઞાનિક ઢબે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની સાથે કર્ણાટકમાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે – સુભાષ ત્રિવેદી, રેલવે આઈ.જી.

WatchGujarat. વડોદરાના વેક્સીન ગ્રાઉન્ટ પર યુવતિ પર થયેલા દુષ્કર્મની તપાસમાં આજરોજ રેલવે આઇ.જી. સહિત પોલીસ તથા એફ.એસ.એલ.ના જવાનો ઘટના સ્થળે તપાસ કરવા માટે આવી પહોંચ્યા હતા. રેલવે આઇ.જી.ના જણાવ્યા અનુસાર, હાલ તેમના સહિત 25 જેટલી ટીમો આ મામલે તપાસ કરી રહી છે. અને 400 જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે.

વડોદરામાં રહી એન.જી.ઓ.માં ફેલોશિપ કરતી યુવતિને 29 ઓક્ટોબરના રોજ શહેરના જુના પાદરા રોડ પર આવેલા જગદીશ ફરસાણની ગલીમાંથી ખેંચી લઇ જઇ વેક્સીન ગ્રાઉન્ડમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 4 તારીખે સવારે વલસાડ રેલવે સ્ટેશન પર ગુજરાત ક્વીન ટ્રેનના ડબ્બામાંથી યુવતિનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. સમગ્ર મામલે રેલવે પોલીસે એક્સીડેન્ટલ ડેથની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને યુવતિએ લખેલી ડાયરી મળી આવી હતી. જેમાં તેણે તેની સાથે ઘટેલી ઘટના વર્ણવી હતી. જેના આધારે આજરોજ વડોદરાના વેક્સીન ગ્રાઉન્ડ ખાતે આવી પહોંચી હતી. જેમાં વડોદરા પોલીસ, રેલવે પોલીસ, એફ.એસ.એલ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અને ડોગ સ્કવોર્ડની ટીમો સામેલ હતી.

સમગ્ર મામલાની તપાસ અંગે રેલવે આઇ.જી. સુભાષ ત્રિવેદીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ મામલે પહેલાંથી જ અમે સતર્ક છીએ. હાલ આ મામલે મારા સાથે 25 જેટલી ટીમો કામે લાગી છે. અત્યાર સુધીની તપાસમાં 400 જેટલા ફૂટેજની ચકાસણી કરવામાં આવી છે. આ મામલે તપાસમાં મોબાઇલ સીડીઆર એનાલિસીસ, ટેકનીકલ સર્વેલન્સ સહિતના તમામ વૈજ્ઞાનિક ઢબે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની સાથે કર્ણાટકમાં પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, યુવતિને છેલ્લે સુરત રેલવે સ્ટેશન પર દેખાઇ હોવાનું સીસીટીવીની તપાસ કરતા સામે આવ્યું હતું. સુરતમાં ટ્રેનમાં ચઢવા જતી વેળાએ યુવતિ પાસે ગુલાબી રંગની બેગ તેના ખભે લટકાઇ હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે આજરોજ તે બેગ તથા યુવતિને દુષ્કર્મ મામલે મદદ કરનાર ડ્રાઇવરને સાથે રાખીને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં વડોદરા પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એફ.એસ.એલ. રેલવે પોલીસ, તથા ડોગ સ્કવોર્ડ જોડાઇ છે.

Facebook Comments Box

Videos

Our Partners